fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા-19-06-2022 થી તા-25-06-2022 સુધીનું રાશીફળ.

મેષ :- લાભ સ્થાનમા ચંદ્રનું ભ્રમણ લોખંડ-ખનીજ જૂના મિત્રો અને જૂની વસ્તુના ધંધામાં સારો લાભ આપે, બાળકોના શિક્ષણની ચિંતા હળવી થાય, કોઈ પણ રોકાણ કરતાં પહેલા થોડું વિચારવું જરૂરી બને.
બહેનો :- અધૂરા કાર્ય પૂરા કરવાનો પૂરતો સમય મળે, સખી-સહેલીથી સારું.

વૃષભ :- દશમાં સ્થાનમા ચંદ્રનું ભ્રમણ કર્મક્ષેત્રમાં પરિવર્તનના ચાંસ વધે, જમીન-મકાનના વેચાણના કાર્ય આરામથી પૂરા થાય, નોકરિયાત વર્ગને પણ સમય સારો રહે, સપ્તાહના મધ્યમાં લાભની તક આવે.
બહેનો :- ગૃહઉપિયોગી ધંધામાં અને નોકરિયાત વર્ગને લાભ રહે.

મિથુન :- ભાગ્યભુવનમાં ચંદ્રનું ભ્રમણ આયાત-નિકાસ-પરદેશને લગતા કાર્ય અને વડીલોથી ભાગ્યોદયની ઉત્તમ તક પૂરી પાડે, દેવકાર્ય અને વડીલોથી ભાગ્યોદય ની
ઉત્તમ તક મળે, દેવકાર્ય અને તીર્થયાત્રા-ધાર્મિક-વિધિ-વિધાન ની ઈચ્છા પૂરી થાય.
બહેનો :- ભાઈ-ભાંડુના સબંધો મજબૂત બને , પરદેશથી શુભ-સંદેશ મળે.

કર્ક :- આઠમા સ્થાનમાં ચંદ્ર આપની વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, શબ્દોની માયાજાળમાં ફસાઈ ન જવાય એ પણ ખાસ જોવું,ખાસ ધંધાકીય ક્ષેત્રમાં કોઈ પણ વાદ-વિવાદને સ્થાન ન આપવું.
બહેનો :-દરેક કાર્ય સમજી વિચારીને કરવું, પાણીવાળી જગ્યાએ સાચવવું.

સિંહ :- સાતમા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ દાંપત્યજીવન માટે મધ્યમ રહે, ભાગીદારીમાં પણ થોડું સંભાળવું પડે, કોઈ પણ બિનજરૂરી વાતનું મોટું સ્વરૂપ ન બની જાય એ વાતની ખાસ કાળજી રાખવી, મન શાંત રાખવું.
બહેનો :- વિચારો ઉપર નિયંત્રણ રાખવાથી સારું પરિણામ મળે.

કન્યા :- છઠા સ્થાનમા ચંદ્ર આપના આરોગ્ય બાબત સારો સમય આપે, પરંતુ છતાં બેદરકારી ન રાખવી, શત્રુઓ પર વિજય-કોર્ટ-કચેરી ના કામમાં થોડી મધ્યમ ગતિએ કામ આગળ વધતું જણાય.
બહેનો :- મોસાળપક્ષના કાર્યોમાં વ્યસ્ત રહેવાનુ બને.

તુલા:- પાચમાં સ્થાનમા ચંદ્રનું ભ્રમણ સંતાનોની સફળતાના યશભાગી બનાવે, મિત્રો સાથે સમય વ્યતીત કરવાનો લાહવો પણ લઈ શકો છો, અગાઉ કરેલા કાર્યનું શુભફળ પ્રાપ્ત કરવાનો આનંદ રહે.
બહેનો :- અધૂરા રહેલા શિક્ષણ અને કાર્યને વેગ આપી શકો.

વૃશ્ચિક : ચોથા સ્થાનમા ચંદ્ર સ્થાવર મિલકતને લગતા કાર્યોજમીન-મકાનના કાર્ય બાગ-બગીચા-વાડી ખેતર અને ફાર્મહાઉસ ના કાર્યો કરાવનાર બને, માતૃપક્ષથી ખુબજ સારો સાથ મળે.
બહેનો :-ભૌતિક સુખ-સાધનોમાં વધારો થાય.

ધન :- ત્રીજા સ્થાનમા ચંદ્રનું ભ્રમણ આંતરિક શક્તિ- આત્મબળ અને સાહસવૃદ્ધિ કરાવનાર, પરદેશ જવાની ઈચ્છા હોય તો પૂરી કરાવે, ભાગ્યોદય માટેની મહેનત સફળતા આપનાર બને.
બહેનો :- ભાઈ-ભાંડુ સાથેનો વ્યવહાર પણ સફળતાવાળો બને.

મકર :- બીજા સ્થાનમા ચંદ્ર પરિવારિક જીવનમાં આનંદ-પ્રમોદ આપનાર, આર્થિક દ્રષ્ટિએ સારી અને સ્થિર આવક આપનાર, માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરનાર બને, મૌનમાં આનંદ લઈ શકો.
બહેનો :- ગૃહ-ઉપિયોગી ધંધામાં લાભ-નોકરિયાત વર્ગને સારું રહે.

કુંભ :- આપની રાશિમાં ચંદ્રનું ભ્રમણ રહેતા બહુજ શાંત ચિત્તે આપની કામગીરી શરૂ રાખવી, જરૂર પૂરતો વાણીનો ઉપિયોગ કરશો તો સારા પરિણામો આવે, લગ્નજીવનમા સારું રહે, ભાગીદારીમાં શાંત રહેવું.
બહેનો :- ધીમે-ધીમે તમારા દરેક નિર્ણયો અમલમાં આવે.

મીન:- સપ્તાહના પ્રારંભમાં વ્યયભુવનમાં ચંદ્ર પરિવાર-કુટુંબીજનો માટે ખર્ચનું પ્રમાણ વધે, બિનજરૂરી ખર્ચ આવી પડે પરંતુ સપ્તાહના મધ્યમાં આપનું આવક-જાવકનું પલડું સરખું રહે.
બહેનો :- ખર્ચ-ખરીદી અને આરોગ્ય બાબત કાળજી લેવી.

વાસ્તુ:- નવ ગ્રહોની શાંતિ માટે દરરોજ નવગ્રહ સ્ત્રોત નો પાઠ ગણપતિ-શિવની ઉપાસના અને દૈવી આરાધના લાભકર્તા બને.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/