fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૦૨-૧૦-૨૦૨૨ થી તા ૦૮-૧૦-૨૦૨૨ સુધીનું રાશીફળ.

મેષ :- ભાગ્ય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે શિક્ષણ ઉપયોગી બને. આપે મેળવેલ જ્ઞાનનો સદુપયોગ અને એની કિમત સમજાય. પરદેશથી તમારા માટે સારા સમાચાર આવતા સારૂ રહે.
બહેનો :- ધર્મકાર્યમાં વ્યસ્ત રહેવાનુ થાય. દર્શન પૂજાનો લાભ મળે.

વૃષભ :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા ધંધાકીય બાબતમાં સારૂ રહેશે. આવકનું પ્રમાણ વધારવામાં સફળ થશો પરંતુ દરેક નિર્ણયો ધડાધડ લેવાને બદલે શાંતીથી લેશો તો ફાયદો થશે.
બહેનો :- વાહન ચલાવવામાં અને ઘરના કામમાં ધીરજ રાખવી.

મિથુન :- સાતમા ભુવનમાં ચંદ્ર આપણે દાંપત્ય જીવનમાં ખુબ જ સારો પ્રેમ-ધર્મ-ભક્તિ અને સારા કાર્ય કરવાની પ્રેરણા આપનાર બને. ભાગીદારી માટે નવા-નવા વિકલ્પો આપની સામે આવી શકે.
બહેનો :- લગ્ન ઈચ્છુકો માટે સારા પાત્રની પસંદગી. મન શાંત રહે.

કર્ક :- છઠ્ઠા સ્થાનમાં ચંદનું ભ્રમણ રહેતા કોર્ટ-કચેરીના કાર્ય, મોસાળ પક્ષના કાર્ય સારી રીતે પુરા થાય. થોડી દોડધામ કરવી પડે. આરોગી બાબતની જુની ફરીયાદોમાં સારી રાહત મળે.
બહેનો :- બિનજરૂરી કામનો બોઝ માનસિક થાક આપે.

સિંહ :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનો માટે કરેલી મહેનત હવે રંગ લાવે. સંતાનોના શિક્ષણમાં સફળતાનો અનુભવ થાય. સહકર્મચારી, મિત્રો દ્વારા તમને પુરો સાથ-સહકાર મળે.
બહેનો :- શિક્ષણકાર્ય, શિક્ષણ ક્ષેત્રથી ખુબ સારો લાભ મળે.

કન્યા :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ-સગવડો વધારનાર. નવા-નવા કાર્ય હાથમાં લઈ પૂર્ણ કરાવનાર. માતૃપક્ષ અને સ્થાવર મિલકત સબંધી કાર્ય આરામથી પૂરા થાય. કાર્યનો આનંદ રહે.
બહેનો :- નોકરીયાત વર્ગ, ગૃહિણી માટે સુખ-સગવડો વધે.

તુલા:- ત્રિજા સ્થાનમાં ચંદ્ર આપને અંદરથી નવા સાહસ અને પરાક્રમ માટે પ્રેરણા આપે. અત્યાર સુધી અધૂરા રહેલા કાર્યને હવે પુરા કરવાનો અવસર મળે. ઈશ્વરીય કૃપા મેળવવા પ્રયત્ન કરવો.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફથી પૂર્ણ સહયોગ કાર્યને આસાન બનાવે.

વૃશ્ચિક :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આવક વૃધ્ધી માટે સારો સમય આપે. પારીવારિક જીવનમાં બધાનો પ્રેમ મેળવી શકો. ધંધાકિય અને નાણાકિય બાબતોમાં મુશ્કેલી હળવી બને.
બહેનો :- પરિવારમાં તમારા કાર્યના ભરપૂર વખાણ થાય.

ધન :- આપની રાશીમાં ચંદ્રનું ભ્રમણ રહેતા મનને શુધ્ધ અને સાત્વીક વિચારોથી ભરપૂર રાખવામા સફળ થાશો. દરેક કાર્ય માટેના તમારા નિર્ણયો શ્રેષ્ઠ અને ઉમદા રહી શકે.
બહેનો :- પતિ-પત્નિના સબંધોમાં ખુબ જ સાત્વીકતા વધે.

મકર :- વ્યયભુવનમાં બારમે ગુરૂની રાશીમાં ચંદ્રનું ભ્રમણ ધર્મ, દાન, પુણ્ય કે અન્ય ધાર્મિક યાત્રા પ્રવાસ માટે ખર્ચ કરાવે. બિનજરૂરી મુસાફરીનો થાક લાગે. આરોગ્ય મધ્યમ રહે.
બહેનો :- શારિરીક કાળજી રાખવી જરૂરી બને. ધ્યાન આપવું.

કુંભ :- લાભ સ્થાને ચંદ્રનું ભ્રમણ ખુબ જ સારા લાભ આપનાર. તમારી આવડત, કળાનો ઉપયોગ કરશો તો ધનલાભ વધારી શકો. મિત્રો, સગા, સ્નેહી, સ્વજનોને મળવાનું થાય. સારૂ રહે.
બહેનો :- સખી સહેલીઓ દ્વારા સારા સમાચાર મળે.

મીન :- દશમા કર્મભુવનમાં ચંદ્ર નોકરીયાત વર્ગ માટે બદલી-બઢતીના ચાન્સ વધારનાર. ધંડાકીય, વ્યાપારી વર્ગ માટે આવકમાં વધારો કરનાર અને ખુબા જ સારા સુખ આપનાર બને.
બહેનો :- ગૃહ ઉધ્યોગના ધંધામાં તેજીનો માહોલ. પિતૃપક્ષથી લાભ રહે.

વાસ્તુ:- નવરાત્રીના અંતિમ દિવસે દુર્ગા સપ્તસતીના પાઠ અને હોમ કરવાથી તમામ ઉપદ્રવની શાંતી અને રોગ-દોષ માથી મુક્તિ મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/