fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૦૮-૦૧-૨૦૨૩ થી તા ૧૪-૦૧-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- ચતુર્થ ભુવનમાં ચંદ્રનું ભ્રમણ આપના સુખ સ્થાનમાં રહેતા ભૌતિક સુખ સગવડમાં વધારો કરે. માતૃપક્ષ તરફથી પૂર્ણ કદર થાય. સૂર્યનું દશમે ભ્રમણ રાજસત્તા- સરકાર તરફથી યોગ્ય સન્માન મળે.
બહેનો :- નવી વસ્તુની ખરીદી તમારા આનંદમાં વધારો કરે.

વૃષભ :- ત્રિજા સ્થાનમાં ચંદ્ર ધાર્મિક યાત્રા-પ્રવાસ કે અધૂરા રહેલા ધર્મકાર્યને પૂર્ણ કારાવે. અંદરથી નવી ઉર્જા તમારામાં સાહસ વધારનાર બને. સૂર્યનું ભાગ્યસ્થાનમાં આગમન વડીલ વર્ગથી સારો ભાગ્યોદય કારાવે.
બહેનો :- ભાઈ-ભાંડુના સુખમાં વધારો થાય. યોગ્ય સાથ-સહકાર મળે.

મિથુન :- બીજા સ્થાનમાં ચંદ્ર પારિવારિક જીવનમાં શાંતીનો અનુભવ કરાવનાર. આવકની દૃષ્ટીએ સારૂ રહે. નાના-મોટા પીકનીક કે પ્રવાસનો આનંદ રહે. સૂર્ય આઠમાં સ્થાને વડીલો પાર્જીત મિલકતના પ્રશ્નો લાવી શકે.
બહેનો :- કુટુંબ-પરિવારમાં તમારૂ યોગ્ય માન-સન્માન જળવાય.

કર્ક :- આપની રાશીમાં ચંદ્ર વીચારોની સુંદરતા, નવા-નવા વિચારોને અમલમાં મૂકવાની તક આપે. દાંપત્યજીવનમાં સારી મીઠાસ રહે. સૂર્યનું સાતમા સ્થાને ભ્રમણ આરોગ્યની સુખાકારી માટે સારો સમય આપે.
બહેનો :- પતિ-પત્નીના સબંધોમાં પરમ-હુંફ અને મધુરતા વધે.

સિંહ :- વ્યયભૂવનનો ચંદ્ર આપની નાણાકીય સ્થિતી થોડી અસ્તવ્યસ્ત રખાવી શકે પરંતુ સમય જતાં બધુ વ્યવસ્થિત થતાં રાહતનો અનુભવ થાય. સૂર્ય છઠ્ઠે આવતા છુપા શત્રુ કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત કરાવે.
બહેનો :- કારણ વગરની મુસાફરી ટાળવી. આરોગ્ય ઉપર ધ્યાન આપવું.

કન્યા :- લાભ સ્થાને ચંદ્ર આપને સ્ત્રી મિત્રોથી સારો લાભ. જૂના મિત્રોથી અચાનક મુલાકાત કે શુભ સંદેશની પ્રાપ્તી થાય. સંતાનોથી સારૂ રહે. સૂર્યનું પાંચમે ભ્રમણ સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે યોગ્ય દીશા આપે.
બહેનો :- સખી-સહેલીઓથી તમારા કાર્યમાં પુરતો સહયોગ મળે.

તુલા:- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રાજકારણ, નોકરીયાત વર્ગ કે ઉદ્યોગ ધંધામાં સારી પ્રગતી આપનાર બને. પિતૃપક્ષ તરફથી સાથ મળે. સૂર્યનું ચોથા સ્થાનમાં ભ્રમણ પૈતૃક સંપત્તી બાબતનું સુખ વધતાં સારૂ રહે.
બહેનો :- નોકરીયાત વર્ગ માટે બદલી-બઢતીના ચાંસ રહે. ગૃહીણી માટે સુભ સમય.

વૃશ્ચિક :- ભાગ્યસ્થાનમાં ચંદ્ર આપની માટે નવી દિશા તરફ આગળ વધવાની પ્રેરણા આપે. ધર્મકારી, સામાજીક પ્રવૃતી અને સેવાના કાર્ય થાય. સૂર્યનું ત્રીજે ભ્રમણ પરદેશથી તમારા માટે ખૂબ સુંદર તક લઈને આવે.
બહેનો :- ભાગ્યની આપની ઉપર અનહદ કૃપા વરસાવે.

ધન :- આઠમાં સ્થાનમાં ચંદ્ર આપની વાણી દ્વારા તમામના દિલ જીતી શકો. પત્નિના પરિવારથી સારા સમાચાર મળવાની શક્યતા. પરિવાર સાથે આનંદ લઈ શકો. સૂર્યનું બીજે ભ્રમણ જતાં મનની સ્થીતી અને આર્થિક બંને સ્થિર થાય.
બહેનો :- એકાગ્રતા અને ધીરજ દ્વારા તમારૂ કાર્ય પૂર્ણ કરાવી શકો.

મકર :- સ્પતમ ભુવના ચંદ્ર માનસીક શાંતીનો અનુભવ કારાવે. ભાગીદારીના ધંધામાં અગત્યના કાર્ય કે નિર્ણયો સમયસર લઈ શકો. પત્નિથી સારૂ રહે. સૂર્યનું ભ્રમણ આપની રાશીમાં પૂર્ણ આત્મવિશ્વાસ આપે.
બહેનો :- લગ્નઈચ્છુકો માટે યોગ્ય પાત્રની પસંદગી સરળ બને.

કુંભ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર રહેતા ખાસ શરદી-ઉધરસ કે વાતાવરણની અસર જોવા મળે. આરોગ્ય બાબત થોડી ફરીયાદ રહી શકે. સૂર્યનું બારમાં સ્થાને ભ્રમણ આવતા વડીલોની કાળજી લેવી જરૂરી બનશે.
બહેનો :- જૂના રોગોમાથી ધીમે-ધીમે બહાર નીકળી શકો.

મીન :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ સંતાનોની કારકિર્દી માટે ઉત્તમ સમય આપી શકો. સ્ત્રી મિત્રો કે અન્ય નવા મિત્રોનો પરિચય થાય. સૂર્યનું લાભ સ્થાને ભ્રમણ અનેક પ્રકારના નાણાકીય લાભ આપે.
બહેનો :- અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો અવસર મળે. ધાર્યા કામ થાય.

વાસ્તુ:- જન્મકુંડળીમાં કેતુનું બળ મેળવવા માટે ધર્મમાં શ્રધ્ધા વધારવી. દર બુધવારે કપાસીયાના તેલનો આડી વાટનો દીવો કરી કેતુસ્ત્રોતનાં પાઠ કરવા. ઈષ્ટ દેવ-દેવીની ઉપાસના કરવી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/