fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૧૯-૦૨-૨૦૨૩ થી તા ૨૫-૦૨-૨૦૨૩ સુધીનું રાશીફળ.

મેષ :- દશમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ નોકરીયાત વર્ગ માટે લાભદાયક સમય આપનાર બને. લોખંડ, ખનીજ, રો-મટીરીયલના ધંધામાં સારૂ વળતર મેળવી શકો. સ્પ્તાહના મધ્યભાગમાં ઘરમાં રહેલી જૂની વસ્તુના વેચાણથી સારો લાભ પ્રાપ્ત થાય.
બહેનો :- ગૃહઉદ્યોગ, પ્રાઈવેટ નોકરીયાતને આર્થિક ઉન્નતતી થાય.

વૃષભ :- ભાગ્યસ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે તમારી મહેનત ધીમે-ધીમે આગળ વધે. સફળતા મેળવવા માટે હજુ થોડા પ્રયત્નશીલ રહેશો તો આગળ જતાં સારૂ રહેશે. સપ્તાહના મધ્યભાગમાં વાહન સબંધીત આવકમાં વધારો થાય. લાભ વધે.
બહેનો :- ધાર્મિક યાત્રા, પ્રવાસ, દેવ-દર્શનનું આયોજન થાય.

મિથુન :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શનિ મહારાજની રાશીમાં ચાલતું હોય આપણે દરેક બાબતમાં શાંતિ રાખવી જરૂરી બને. ખાસ પાણી વાળી જગ્યાએ અને વાહન ચલાવવામાં એકાગ્રતા અને દીરાજ રાખવી. કોઈના સાક્ષી ન થવું.
બહેનો :- વાણી ઉપર નિયંત્રણ તમારા કામને આસાન બનાવશે.

કર્ક :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દાંપત્ય જીવન અને ભાગીદારીમાં થોડો મધ્યમ સમય રહેશે. દેહભુવન ઉપર દ્રષ્ટી રહેતા મનની સ્થિતી જાણી ના શકાય. સ્પ્તાહના મધ્યમાં પણ દરેક બાબતમાં સાવચેતી રાખવી.
બહેનો :- લગ્નઈચ્છુકો ને થોડી રૂકાવટ આવે. દાંપત્યજીવનમાં સંભાળવું.

સિંહ :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ મોસાળ પક્ષના કાર્યમાં સક્રિય રહેવાનુ બને. ખાસ આરોગ્ય બાબત જૂના રોગોમાથી નીકળવવાનો રસ્તો મળે. સપ્તાહના મધ્યભાગમાં સૂર્ય-શનિ ની સાથે ચંદ્રની યુતી થતાં વિચારો અને કાર્ય સમજીને કરવા.
બહેનો :- આરોગ્યની ફરિયાદ દૂર થાય. પરેજી પાળવી જરૂરી.

કન્યા :- પાંચમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ રહેતા સંતાનોના આગળના ભવિષ્ય માટે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે મિત્રો અને વડીલોનો સહયોગ પ્રાપ્ત થાય. સપ્તાહના મધ્યભાગમાં થોડી નાની-મોટી દોડધામ રહે. કોર્ટ-કચેરીમાં રાહત.
બહેનો :- અધૂરા શિક્ષણના કાર્ય પૂરા કરવાની તક આવે. સખી-સહેલીથી સારૂ.

તુલા:- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભૌતિક સુખ-સગવડ માં વધારો કરનાર. ખેતીવાડી, ફાર્મ હાઉસ, બાગ બગીચાના કાર્ય માટે ઉત્તમ સમય રહે. નાણાકીય પરિસ્થીતી સ્થિર રહેતા કાર્ય થાય. સપ્તાહના મધ્યભાગમાં જૂના મિત્રોને મળવાનું થાય.
બહેનો :- નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃપક્ષથી સારૂ રહે.

વૃશ્ચિક :- ત્રિજા સ્થાનમાં ચંદ્ર આંતરીક મજબૂતી અને સાહસવૃધ્ધી કરાવનાર. નવા-નવા સાહસ કરવાની ઈચ્છાઓ આપનાર. ધાર્મિક, સામાજીક, સેવાકીય કાર્ય માં પણ અગ્રેસર રખાવનાર બને. સપ્તાહના મધ્યમાં સુખ-સગવડ વધાવનાર સમય રહે.
બહેનો :- ભાઈ-ભાંડુ તરફથી ખૂબ જ સારો સહયોગ મળે. ધર્મ, ધ્યાન થાય.

ધન :- બિજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ પારિવારીક જીવનમાં કોઈ અગત્યના નિર્ણયો કરવાના હોય તો સમજી વિચારી યોગ્ય દીશામાં કરવા. બને ત્યાં સુધી વાણીનો ઉપયોગ ઓછો કરશો તો તમારા માટે તે વધુ લાભકર્તા સાબીત થાય. નાણાકીય સારૂ.
બહેનો :- પરિવાર સાથે નાના-મોટા પીકનિક – પ્રવાસનો આનંદ મળે.

મકર :- આપની રાશીમાં ચંદ્ર રહેતા મનની ચંચળતા અને વ્યાકુળતામાં વધારો કરે. શારિરીક રીતે થાકનો અનુભવ અને બેચેનીનો અહેસાસ થાય. વારંવાર ગુસ્સો અકારણ આવે પરંતુ સપ્તાહના મધ્યભાગમાં બધુ વ્યવસ્થિત થતાં રાહત રહે.
બહેનો :- દરેક નિર્ણયો લેવામાં મનની સ્થિરતા અને ધૈર્ય જરૂરી બને.

કુંભ :- વ્યયભુવનમાં ચંદ્ર કારણ વગરના ખર્ચાઓ અને જૂની વસ્તુ, લોખંડ વગેરે ની ખરીદી પાછળ ખર્ચનું પ્રમાણ વધે. મોસાળપક્ષ સાથેના સબંધો બગાડે નહી એની કાળજી લેવી. સપ્તાહના મધ્યભાગમાં થોડું સરખું થયાનો આનંદ વધે.
બહેનો :- મુસાફરી દરમ્યાન આરોગ્ય અને સામાનની કાળજી લેવી.

મીન :- લાભ સ્થાનમાં ચંદ્ર આપના જૂના અને ખાસ વડીલ મિત્રો દ્વારા આર્થિક કે સામાજિક લાભ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કારાવે. સંતાનો માટે સમય આપવો પડે. સપ્તાહના મધ્યભાગમાં આકસ્મિક ખર્ચની પરંપરા ચાલુ રહેવાની સંભાવના રહે.
બહેનો :- સંતાનોના કાર્યની પાછળ અને સ્નેહીજનો માટે સમય વ્યતીત થાય.

વાસ્તુ:- સોમવતી અમાસના દિવસે પિતૃકાર્ય, ગૃહવિધાન, કાળસર્પયોગ વગેરેની નિવૃતી માટે ભગવાન શિવનું પૂજન અને ગૃહદોષ નિવારણ કરવાથી સુંદર ફળની પ્રાપ્તિ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/