fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.૧૪-૦૫–૨૦૨૩ થી તા.૨૦-૦૫-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- લાભ સ્થાને સપ્તાહના પ્રારંભમાં ચંદ્ર જૂની વસ્તુ કે ભંગાર કે અન્ય ખનીજ વસ્તુના ધંધામાં આર્થિક લાભ આપનાર બને,

સપ્તાહના મધ્યમાં ખર્ચમાં વધારો થાય, સૂર્યનું બીજે ભ્રમણ પારિવારિક જીવનમાં, કુટુંબમાં અગત્યના નિર્ણયો લેવાય.

બહેનો :- સ્નેહી, સ્વજનોની મદદથી અગત્યના કાર્ય પૂર્ણ થાય.

વૃષભ :- દશામાં ભુવનમાં ચંદ્ર આપને નોકરિયાત વર્ગથી સારો સહયોગ પ્રાપ્ત થાય, લોખંડ, ખનીજ કે અન્ય શાની પ્રધાન ધંધામાં

સારું વળતર મળતા તમારું કાર્ય સફળ બને, સૂર્યનું આપની રાશિમાં ભ્રમણ આત્મવિશ્વાસમાં ભરપુર વધારો કરનાર બને.
બહેનો :- પિતૃપક્ષે જવાનો અથવા પિતૃપક્ષથી સારો સહયોગ મળતા આનંદ વધે.

મિથુન :- ભાગ્ય સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ ભાગ્યોદય માટે ઉત્તમ સમય આપનાર, પરદેશથી તમારા માટે ખુશીના સમાચાર લાવનાર

અને ભાઈ ભાંડુથી સારા સહયોગની અપેક્ષા પૂર્ણ કરાવે, સૂર્યનું વ્યય ભુવનમાં આગમન વડીલ વર્ગ માટે ખર્ચ થાય.
બહેનો :- તીર્થયાત્રામાં દેવ દર્શન અને અધૂરા સંકલ્પો પુરા થઇ શકે.

કર્ક :- આઠમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ શનિની રાશિમાં રહેતા વાણીમાં વિવેક ચૂકાય ન જાય તેનો ખાસ ખ્યાલ રાખવો, પરિવારમાં

શાંતિ બનાવવાના પ્રયત્નો કરવા, સૂર્યનું લાભ સ્થાને ભ્રમણ અનેક પ્રકારના આર્થિક લાભ આપે.
બહેનો :- વાહન ચલાવતી વખતે ચોક્કસાઈ અને ધૈર્યની જરૂર પડે.

સિંહ :- સાતમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ લગ્ન જીવન કે ભાગીદારીમાં કોઈ ઉતાવળા નિર્ણયો લેવાઈ ન જાય એનું ધ્યાન રાખવું,

ધીરજ રાખવી, સૂર્યનું ભ્રમણ દશમાં સ્થાને રહેતા સરકારી ક્ષેત્ર, રાજકારણથી લાભ અપાવે.
બહેનો :- પતિ પત્નીના સંબંધોમાં માંજ્બુતાય વધે એવા પ્રયત્નો કરવા.

કન્યા :- છઠ્ઠા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આરોગ્યની તકેદારી રાખશો તો સારું રહેશે. આપના હિત શત્રુઓ આપની ઉપર હાવી ન થઇ

જાય તેનું ધ્યાન રાખવું, સૂર્યનું ભાગ્ય સ્થાને ભ્રમણ અચાનક ભાગ્યોદયની તક લાવનાર બને.
બહેનો :- જુના રોગોમાં રાહત થાય, નાની મોટી મુસાફરી થાય.

તુલા :- પાંચમાં સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જુના મિત્રોથી મુલાકાત થાય, જુના ફસાયેલા કે રોકાયેલા નાણા માટે પ્રયત્ન કરશો તો છુટા

થવાની શક્યતાઓ વધારે છે, સપ્તાહના મધ્યમાં આરોગ્ય જાળવવું, સૂર્ય આઠમે વડીલો સાથે વાળ વિવાદ ન કરવો.
બહેનો :- સખી, સહેલીઓ અને સંતાનો સાથે આનંદની ક્ષણો વિતાવી શકો.

વૃશ્ચિક :- ચોથા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ આપના સુખ, સગવડોમાં વધારો કરાવી શકે, જમીન, મકાનની ખરીદીનું કાર્ય સરળતાથી

પાર પડતું લાગે, સપ્તાહના મધ્યમાં સંતાનોના કાર્ય થાય, સૂર્યનું સાતમે ભ્રમણ દામ્પત્ય જીવનમાં અને ભાગીદારીમાં દરેક બાબત

વિચારીને અમલ કરશો.
બહેનો :- માતૃપક્ષે જવાનો આનંદ રહે, ગૃહ ઉદ્યોગના ધંધામાં લાભ રહે.

ધન :- ત્રીજા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ જળ માર્ગ કે આયાત નિકાંસના ધંધામાં સારો લાભ મળવાની શક્યતાઓ વધે, ધાર્મિક કાર્ય

અને ધર્મ પ્રચારક તરીકે સારું કાર્ય કરી શકો, સૂર્ય છઠ્ઠા સ્થાને કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે.
બહેનો :- દુર દેશથી તમારા માટે સુંદર સમાચારો આવી શકે.

મકર :- બીજા સ્થાને ચંદ્ર રહેતા પરિવારજનો સાથે નાના મોટા પ્રવાસ પર્યટન અને હરવા ફરવાનો આનંદ લઇ શકો, આવકનું સ્તર

જળવાય રહેતા શાંતિ રહે, સૂર્યનું પાંચમે ભ્રમણ વડીલ વર્ગના સલાહ સુચન અને અનુભવ ઉપયોગી બને.
બહેનો :- પારિવારિક જીવનમાં આનંદનું વાતાવરણ, પાણીવાળી જગ્યાએ જવાનું થાય.

કુંભ :- આપની રાશિમાં આવતીકાલ સવાર સુધી ચંદ્રનું ભ્રમણ રહેતા શની ચંદ્રની યુતિ વિષ યોગ કર્તા બનતી હોય દરેક ક્ષેત્રમાં

તમારી ધીરજની કસોટી થશે, સપ્તાહના મધ્યમાં સારું રહે, સૂર્યનું ચોથે ભ્રમણ સ્થાવર મિલકતનું સુખ વધારે.
બહેનો :- દરેક સારી કે ખરાબ પરિસ્થિતિમાં મન મક્કમ રાખવું, સમયની રાહ જોવી.

મીન :- વ્યય ભુવનમાં ચંદ્રનું ભ્રમણ આવક જાવકનું પ્રમાણ સરખું રહે છતાં ક્યારેક જાવકનું પ્રમાણ વધી જાય તો નવાઈ પામવા

જેવું નહિ, મુસાફરીનો યોગ ઉભો થાય, સૂર્ય ત્રીજે પરદેશથી શુભ સમાચાર લાવનાર, સારા ફાળો પ્રાપ્ત થાય.
બહેનો :- મુસાફરી દરમ્યાન આરોગ્યની કાળજી રાખવી.

વાસ્તુ:- લગ્નમાં સૂર્ય બાધક બનતો હોય અને સૂર્યની પીડા હોય તો યુવક કે યુવતીએ ગોળનું પાણી પી અને સગપણ જોવા જવું,

યુવક કે યુવતીની માતાએ સંબંધ ન થાય ત્યાં સુધી ગોળનો ત્યાગ કરવો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/