fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.18-૦૬-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- ત્રીજા સ્થાન માં સૂર્ય નું ભ્રમણ સૂર્ય સાથે રહેતા સાહસ-પરાક્રમ કરવા માં ખુબજ સાવધાની રાખવી પરદેશ ના કર્યો ધીમે-ધીમે પાર પડતાં હોય બુધ નું પણ ત્રીજે આગમન આગામી સમય માં કોઈ મોટું ધર્મ કાર્ય નું આયોજન શક્ય બને બહેનો :- ભાઈ ભાંડુ નો સારો સહયોગ આપના કર્ય ને પૂર્ણ કરાવે.

વૃષભ :- બીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ પરિવારિક જીવન માં બહુજ શાંતિ પૂર્વક ના નિર્ણયો કરવા બહુ ઉતાવળા થવું નહીં ધંધાકિયા આવક સારી રહી શકે બુધ નું બીજે સૂર્ય સાથે ભ્રમણ આપના માટે મહત્વના પ્રશ્નો હલ કરાવે.
બહેનો :- નાના-મોટા હરવા-ફરવા ના આયોજન આનંદ આપે.

મિથુન :- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ સૂર્ય-ચંદ્ર ની યુતીમાં હોવાથી મહત્વ ના નિર્ણયો લેવાના હોય તો થોડી રાહ જોય લેવાની સલાહ છે. ધંધો ભાગીદારી કેમ દાંપત્ય જીવન માં આપની રાશિ માં આવી રહેલ બુધ યોગ્ય નિર્ણયો આપશે ચિંતા ના કરવી.
બહેનો :- મનની સ્થિતિ જો શાંત રાખવા પ્રયત્ન કરવો. ખોટા વિચારો ના કરવા.

કર્ક :- વ્યય ભુવન માં ચંદ્ર નું ભ્રમણ કારણ વગરની મુસાફરી કે અન્ય બાબત માં ખર્ચ માં વધારો કરવી શકે મુસાફરી દરમ્યાન આરોગ્ય બાબત સાવધાની રાખવી બુધ નું વ્યાય જીવન આગમન વ્યાપાર વૃદ્ધિ માટે ખર્ચ કારવી શકે.
બહેનો :- જરૂર પૂરતા ખર્ચ ખરીદી કરવા, બિંજરૂરી મુસાફરી તળવી.

સિંહ :- લાભ સ્થાન માં સૂર્ય નું ભ્રમણ ધંધાકીય ક્ષેત્ર માં ફસાયેલા નાણાં માટે પ્રયત્ન કરશો તો પરત આવવાની શક્યતા રહે, મિત્રો નો સાથ સહકાર મળે બુધ નું પણ લાભ સ્થાને આગમન શિક્ષણ ક્ષેત્ર-સાથે ના સબંધો મજબૂત બને.
બહેનો :- સખી સહેલી ના સંતાનો માટે સમય આપવો પડે.

કન્યા :- દસમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ આપને ખુબજ સારા ફાયદાઓ આપનાર નોકરિયાતવર્ગ-ઉધ્યોગ-ધંધા કે અન્ય સ્ટેશનરી-કાગળ ના ધંધા માં ખૂબ લાભ રહે સૂર્ય-બુધ ની યુતી પણ આપણે આર્થિક ફાયદાઓ આપનાર બને છે.
બહેનો :- પિતૃપક્ષ થી શુભ સંદેશ મલતસ આનંદ માં વધારો થાઈ.

તુલા :- ભાગ્ય સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ભાગ્યોદય માટે ની તમારી તપશ્ચયાં ર્નગ લાવે સામાજિક સંગઠન-ધાર્મિક ક્ષેત્ર માં તમારું માન-સન્માન વધતું જણાય બુધ નું ભાગ્યજીવન માં બુધ નું આગમન ભાગ્ય ની દેવી પૂર્ણ કૃપા દ્રષ્ટિ વરસાવે.
બહેનો :- ધાર્મિક કર્ય,યશ-જાય-પુજા માં સમય ફાળવી શકો.

વૃશ્ચિક :- આઠમા સ્થાને ચંદ્ર-સૂર્ય ની યુતી રહેતા વાણી-વર્તન ઉપર પૂર્ણ નિયંત્રણ રાખવું કોઈ ના સાક્ષી કે વદ-વિવાદ થી દૂર રહેવું. આવકની દ્રષ્ટિએ બધુ બરાબર રહે બુધનું પણ આ ક્રમે આગમન ધંધાકીય આવકમાં વધારો કરવી શકે.
બહેનો :- મનની સ્થિરતા અને ધીરજ પૂર્વકના કર્ય કરવા, મૌન જરૂરી.

ધન :- સાતમા સ્થાનમાં ચંદ્રનું ભ્રમણ દાંપત્ય સ્થાનમાં રહેતા બિનજરૂરી ચર્ચાઓને દાંપત્ય જીવનમાં સ્થાન ન આપવું, ભાગીદારી માં પણ દરેક વાત સાંભળીને કરવી બુધનું આગમન સેટમે થતાં આગામી સમયમાં નવી ભાગીદારી આપે.
બહેનો :- મનની પ્રસન્નતા વધારવાનો પ્રયત્ન કરવો, ચિંતા છોડવી.

મકર :- છઠ્ઠા સ્થાન માં હવે ચંદ્ર નું ભ્રમણ જૂની બીમારી ઑ માં કાળજી લેવી, પરેજી પાળવા થી લાભ રહે. હિત શત્રુ ઑ થી ખાસ સાવધાની રાખીને ચાલવું-કોર્ટ કચેરી ના કાર્ય થાય સપ્તાહ ના આંત માં બુધ છઠે આવતા આરોગ્ય બાબત ની ફરિયાદ માં રાહત રહે.
બહેનો :- મોસાળ પક્ષ થી શુભ અને સુંદર સમાચાર આનંદિત કરે.

કુંભ :- પાંચમા સ્થાન માં ચંદ્ર સંતાનોના શિક્ષણ બાબત ના મુજાવતા પ્રશ્નો નું યોગ્ય સમાધાન પ્રાપ્ત કરાવે, સંતાનો, મિત્રો અને વિધવાનો નો સહયોગ પ્રાપ્ત થાય બુધ પાંચમે આવતા શેક્ષણિક કાર્ય અને શિક્ષણ જગત થી સન્માન અપાવે.
બહેનો :- જૂના મિત્રોના સહયોગ થી અધૂરા શિક્ષણ ની ઈચ્છા પુર્ણ થાય.

મીન :- ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સ્થાવર મિલકત સબંધિત યોગ્ય દિશા માં આગળ વધવા માં મદદ રૂપ થાય. માતૃપક્ષથી પૂર્ણ રૂપે આપણે સહયોગ મળીરહે બુધ પણ ચોથા સ્થાને અધુરા રહેલા દસ્તાવેજ- બાનાખત ના કાર્ય પૂરા કારવીશકે.
બહેનો :- નોકરિયાત વર્ગ માટે શુભ સમાચાર – ગૃહિણી ને પિતૃપક્ષે થી લભ વધે.

વાસ્તુ:- ફસાયેલા પૈસા પરત ન આ આવતા હોય તો 21 શુક્રવાર ભગવાન વિષ્ણુ ની પુજા સહસ્ત્ર નામ ના પાઠ અને શુક્રવાર નું વ્રત- ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુ ની કૃપા થી નાણાં પરત આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/