fbpx
ગુજરાત

કામો નહીં થતાં હોવાની ધારાસભ્યોની ફરિયાદ સામે સચિવાલયમાં હકીકત જુદી જોવા મળે છે

પ્રજાના પ્રતિનિધિઓના ક્યા કામ કરવા અને ક્યા કામ નહીં કરવા એવી સ્પષ્ટતા માગતા અધિકારીઓનો મત છે કે બહાર પડાયેલા પરિપત્રમાં ઉલ્લેખ જરૂરી છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના જે ધારાસભ્યો પ્રજાકીય કામોની ભલામણો કરતાં હોય છે ત્યારે મોટાભાગે એવી ફરિયાદો જોવા મળે છે કે અધિકારીઓ તેમના કામ કરતાં નથી, પરંતુ અધિકારીઓ ક્યા કામ કરતાં નથી તેની યાદી જોઇએ તો આશ્ચર્ય થાય છે. સરકારનો પરિપત્ર છે કે સાંસદો અને ધારાસભ્યોના કામોને પ્રાધાન્ય આપવું જોઇએ પરંતુ આ પરિપત્ર કેવા કામોને લાગુ પડે છે તેની કોઇ સ્પષ્ટતા થઇ નહીં હોવાથી અધિકારીઓની હાલત કફોડી બની છે.આ સંજોગોમાં એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે સાંસદો અને ધારાસભ્યોના ક્યા ક્યા કામોને પ્રાધાન્યતા આપવી જોઇએ તે અંગે સરકારે ચોખવટ કરવાની જરૂર છે, કેમ કે અંગત કામો અધિકારીઓએ કરવા કે નહીં તેવી સ્પષ્ટતા આ પરિપત્રમાં કરવામાં આવી નથી.સચિવાલયના સૂત્રો કહે છે કે ગુજરાતના ધારાસભ્યોના તમામ કામો સરકાર કરતી હોય છે કારણ કે પાર્ટી અને સરકારમાં તેમનો સપોર્ટ હોવો જરૂરી છે. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે પાર્ટીના એકપણ ધારાસભ્યએ અંગત કામ માટે ભલામણ કરી નથી. અને જો ભલામણ કરી હોય તો પ્રજાહિતના કામમાં કરી છે. અંગત ભલામણ નહીં આવવાનું મુખ્ય કારણ સીએમઓ સાંસદો અને ધારાસભ્યોના અંગત કામોની ભલામણોનો હિસાબ રાખતું હતું. રૂપાણી સરકારમાં એવું નથી.નરેન્દ્ર મોદીની છાપ કડક સ્વભાવની હતી તેથી ધારાસભ્યો ઉંચા થઇ શક્યા ન હતા પરંતુ વિજય રૂપાણી સોફ્ટ છે એટલે તેમને ધારાસભ્યો પજવે છે. સચિવાલયની બ્યુરોક્રેસી જાણે છે કે ધારાસભ્યો કેવા કેવા કામો લઇને આવે છે. એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે પ્રજાના પ્રતિનિધિઓ પર્સનલ કામોનો ઉલ્લેખ અહીં કરતા નથી પરંતુ એવા કામો હોય છે કે જેને અધિકારી તો શું કેબિનેટના મંત્રી પણ તે કામ કરવાનો સાફ ઇન્કાર કરી દેતા હોય છે.ધારાસભ્યોએ ફરિયાદ કરી કે અમારા કામ થતાં નથી પરંતુ ક્યા ક્યા કામ થયાં નથી તેની યાદી તેઓ આપી શકતા નથી. બીજી તરફ ઓફિસરો પોતે એવી કોઇ યાદી આપી શકતા નથી, તેથી તેમને ઠપકો સાંભળવા મળે છે. આ સંજોગોમાં અધિકારીઓનો મત છે કે કામની વ્યાખ્યા સ્પષ્ટ કરવાની આવશ્યકતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/