fbpx
ગુજરાત

કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓને હવે શનિવાર અને રવિવારે પ્રવેશ આપવામાં આવશે નહીં

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાએ ઉથલો માર્યો છે. આ વચ્ચે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વધતા સંક્રમણને લઇને પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ પર પ્રતિંબંધ મૂકવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓને હવે શનિવાર અને રવિવારે પ્રવેશ આપવામાં આવશે નહીં. પોળો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓ માટે કલમ ૧૪૪ લગાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર કોરોનાનું સંક્રમણ વધતા સાબકાંઠાના પોલો ફોરેસ્ટમાં જાહેરનામું લંબાવી દેવામાં આવ્યું છે. જેમાં ડિસેમ્બર મહિનાના તમામ શનિ-રવિ પ્રતિબંધ રહેશે. આ સાથે જાહેર રજાના દિવેસ પણ પોલો ફોરેસ્ટ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે તેમજ ૩૧ ડિસેમ્બરની આસપાસ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય તેને લઇને ર્નિણય લેવામાં આવ્યો છે. ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર ત્રણ રસ્તા સુધીમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે દિવાળી અગાઉ જ પોલોના જંગલ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જેમાં ૧૪થી ૨૨ નવેમ્બર અને ૨૮થી ૩૦ દરમિયાન પ્રતિબંધ જાહેર કરાયો હતા. કોરોના મહામારીના પગલે સ્થાનિક વિસ્તારમાં સંક્રમણ રોકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/