fbpx
ગુજરાત

કોરોના મહામારીને કારણે સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટો ફટકો

એક તરફ કોરોના મહામારીને કારણે સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટો ફટકો પડ્યો હતો. તો હવે અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાતને લઇને હીરા ઉદ્યોગ પર ખરાબ અસર થઇ શકે છે. વધતા જતા કોરોનાને લઇને દુનિયાભરમાં લોકો પરેશાન છે. ત્યારે હવે ગુજરાતનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં ફરી વખત હીરા ઉદ્યોગને લઇને સુરતીઓ ચિંતામાં છે.
મળતી માહિતી અનુસાર હવે કોરોનાના કેસ વધતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકડાઉનની જાહેરાત થતા હીરા ઉદ્યોગ પર અસર થવાને લઇને વેપારીઓ ચિંતામાં મુકાયા છે. કારણે ડિસેમ્બર મહિનામાં ક્રિસમસની ખરીદી પર અસર પડી શકે છે. સુરતમાં તૈયાર થયેલા હીરા અને જ્વેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે. પરંતુ લોકડાઉનને કારણે હવે હીરા ઉદ્યોગ પર અસર પડી શકે છે.
ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં લોકો ક્રિસમસની ઉજવણી કરતા હોય છે. જેને લઇને અમેરિકામાં લોકો ડાયમંડ ગિફ્ટ માટે ખરીદી કરતા હોય છે. ક્રિસમસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે. જ્યારે સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં વધારે પ્રમાણમાં માગ હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/