ગુજરાતમાં ભારત બંધ નિષ્ફળ જતા મુખ્યમંત્રીએ ખેડૂતોનો માન્યો આભાર રાહુલ ગાંધીને કોથમીર-મેથીનો ફર્ક પણ ખબર નથીઃ સીએમ રૂપાણી
મહેસાણા જિલ્લાની પાણી પુરવઠાની રૂપિયા ૨૮૭ કરોડની ૬ યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ખાતમૂહર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સહિત સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા મુખ્ય નહેર અને ધરોઈ ડેમ આધારિત ૬ યોજના પૂર્ણ થવાથી જિલ્લાના ૩ શહેર અને સતલાસણા, વિસનગર, વડનગર અને ખેરાલુ તાલુકાના ૨૧૪ ગામોની ૭.૯૧ લાખ વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાની ૬ પાણી પુરવઠાની મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિસનગર તાલુકાના ૫૪ ગામો અને ૩ શહેર મહેસાણા, વિસનગર અને ઉંઝા શહેર માટે નર્મદા નહેર પર મોઢેરા ઓફટેટ આધારિત જૂથ પાણી યોજના અંતર્ગત ફેઝ-૧, ફેઝ-૨ અને ફેઝ-૩નું ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે. સીએમના હસ્તે મહેસાણામાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું તે પ્રસંગે રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાં ખેડૂતોના સમર્થનમાં આપવામાં આવેલા ભારત બંધની નહીવત અસર જાેવા મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણામાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમૂહુર્ત દરમિયાન ભારત બંધ વિશે વાત કરી હતી. સીએમ રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં બંધ નિષ્ફળ ગયો છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે મે ગઇ કાલે જ કહ્યુ હતું. રૂપાણીએ કહ્યુ કે, બંધનું આહવાન નિષ્ફળ ગયુ છે કારણ કે આ ખેડૂતોની ભલાઇ વિરૂદ્ધ છે. સીએમ રૂપાણીએ ગુજરાતના લોકો, ખાસ કરીને ખેડૂતોને ભારત બંધમાં સામેલ ના થવા માટે આભાર માન્યો હતો.
સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, મહેસાણામાં પાણી પુરવઠાની રૂ.૨૮૭ કરોડની યોજનાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. જેમાં બહુચરાજીમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે. ૮૦ – ૯૦નો દાયકો ગુજરાતે ખરાબ રીતે વીતાવ્યો છે. પરંતુ હવે ગુજરાતના નાગરિકોને ઘરે – ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાશે. સીએમ ઉમેર્યું હતું કે, મહેસાણા જિલ્લામાં આજે પણ માથાદીઠ ૧૫૦ લીટર પાણી આપીએ છીએ. સૌરાષ્ટ્રમાં ટ્રેનથી પાણી લાવવું પડતું હતું. પરંતુ ઉત્તર ગુજરાતના લોકો ભાગ્યશાળી છે. સીએમે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસની સરકારમાં તીજાેરીમાં કાંણા હતા. પરંતુ ભાજપ સરકારે લોકો માટે ૨.૧૦ લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ. પહેલા કોઈ યોજના પુરી નહોતી થતી. પરંતુ અમે નેવાના પાણી મોભે ચડાવ્યા છે.
અમારી સરકાર પીડિત, શોષિત, વંચિત, ખેડૂતોની છે. વોટર સરપલ્સ ગુજરાત બનાવવાની નેમ ભાજપ સરકારે લીધી છે. એટલું જ નહીં, આજના ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ઝ્રસ્ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખોટા આંદોલન કરી વિપક્ષ ખેડૂતો અને નાગરિકોને ભડકાવવા નીકળ્યો છે. મારે કોંગ્રેસના લોકોને પુછવાનું છે કે શું તમે ટેકાના ભાવે એક દાણો ખરીદ્યો છે, જવાબ છે ના. કોંગ્રેસના રાહુલ ગાંધીને કોથમીર અને મેથીનો ફર્ક પણ ખબર નથી. ભૂતકાળમાં કોંગ્રેસે આ કાયદો લાવવા વિચાર્યુ જ હતું. કોંગ્રેસ કેમ આંદોલનમાં જાેડાઈ તે નથી સમજાતું.
Recent Comments