fbpx
ગુજરાત

સુરતમાં સ્થાનિકોની બિલ્ડીંગ સામે ઝૂંપડાં અસોભનિય લાગતા ઝૂપડા સળગાવ્યા

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી છે જેમા મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવી ફૂંકી માર્યા છે. આ ઝૂંપડાં એટલા માટે સળગાવી દેવામાં આવ્યા કે અહીંના સ્થાનિકોની બિલ્ડીંગ સામે આ ઝૂંપડાં અસોભનિય લાગતા હતી. આવું કહી ૩૦થી ૪૦ લોકોના ટોળાએ આ ઝૂંપડાંઓ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના મોટા વરાછા ખાતે નદી કિનારે કેટલાક શ્રમિકો વર્ષોથી પોતાનું ઝૂંપડું બાંધી અહીં વાસવાત કરી રહ્યા છે ત્યારે નદી કિનારે કેટલાક સોસાયટીના રહીશોની બિલ્ડીંગ પણ આવેલી છે. નદી કિનારાના આલીશાન વ્યુ માટે આ રહીશોએ બિલ્ડરને ઘર માટે લાખો રૂપિયા ચૂકવ્યા પણ આ ઝૂંપડાંમાં રહેતા લોકોનો આરોપ એવો છે કે, તેઓના ઝૂંપડાંને લઈ તેઓના બિલ્ડીંગનો વ્યુ બગડે છે બસ આ જ વાતને લઈ ત્યાંના રહીશોએ આ ગરીબ ઝૂંપડાંવાસીઓને અવારનવાર ઝૂંપડાં ખાલી કરવા માટે ધમકીઓ આપી રહ્યા હતા.
ત્યારે ઝૂંપડાંવાસીઓએ ઝૂંપડાં ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અને ઝુપડામાં રહેતા લોકોએ બિલ્ડીંગમાં રહેતા માલેતુજારોને ઝૂંપડાં ખાલી કરાવાનો અધિકાર સરકારનો છે અને મહાનગર પાલિકા કહેશે તો તે ખાલી પણ કરી દેશે તેવું જણાવ્યું હતું. પરંતુ આ સોસાયટીના રહીશોને અહીં ઝૂંપડાં હોઈ તે મંજુર નહીં હતું અને કોઈ પણ હિસાબે આ ઝૂંપડાં તેમણે ખાલી જ કરાવવા હતા ત્યારે એક દિવસ આ જ રહીશોનું એક દિવસ ૪૦ જેટલા માણસોનું ટોળું અચાનક જ ધસી આવ્યું હતું અને ઝૂંપડાં ખાલી કરો આવા આવાજ કરી લોકોને માર માર્યો હતો અને લોકોને બળજબરી કરી બહાર કાઢી તેમના એશિયાનાને જ્વલંનશીલ પ્રદાર્થ નાંખી સળગાવી દીધા હતા. માત્ર એટલું જ નહીં આ ટોળાએ તેમની ઘર વખરી પણ બાળી નાખી હતી.
સમગ્ર મામલે આ શ્રમિકોએ પોતાના આશિયાનાને બળતાં જાેઈ પોલીસને ફોન કર્યો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધી તો આ ગરીબોના ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસે ૪૦ જેટલા લોકોના ટોળા વિરૂદ્ધ રાયેટિંગનો ગુંનો દાખલ કરી સ્થળને પોલીસ છાવણીમાં હથિયાર સાથે તબદીલ કરી દીધી હતી. જેથી આ ટોળાશાહી ફરી આવી આ શ્રમિકો પર કોઈ અત્યાચાર ન કરે. હાલ તો આ શ્રમિકોના માથા પરથી છત છીનવાઈ જતા ઠંડીમાં નાના બાળકો સાથે રહેવા મજબૂર બની ગયા છે અને તેઓ હવે તેઓ પરીવાર સાથે ખુલ્લા આસમાનમાં જ રહેવા પર મજબુર બની ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/