fbpx
ગુજરાત

ધોળાવીરા સાથે ૨૦૦ પ્રાચીન સ્મારકોમાં ફ્રી શૂટિંગ અને ફોટોગ્રાફી કરી શકાશે

કેન્દ્રિય પર્યટન મંત્રાલય દ્વારા ૨૫ ડિસેમ્બરથી ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ફી મુક્તિની જાહેરાત

કેન્દ્રિય પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ, રાષ્ટ્રીય ભાષાનો વિકાસ, ભારતીય પરંપરા અને સંસ્કૃતિ, સ્વાતંત્રસેનાનીઓ, સ્વતંત્રતા સંગ્રામ, લોકસંગીત તેમજ ભાષા અને પર્યટન સહિતના પ્રોજેક્ટ્‌સ પર કામ કરતા ભારતીયો તેમજ એજન્સીઓને કેન્દ્રિય પુરાતત્વ વિભાગ હસ્તકના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ દેશના ૨૭ અને રાજ્યમાં પાટણની રાણીની વાવ, ચાંપાનેર અને ધોળાવીરા સિવાયના ૨૦૦ પ્રાચીન સ્મારકો પર ૨૫ ડિસેમ્બરથી ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ સુધી વિનામૂલ્યે શૂટિંગ અને ફોટોગ્રાફી કરી શકાશે. જાેકે, તેના માટે પહેલાની જેમ ઓનલાઇન મંજૂરી લેવી પડશે. પાટણના પુરાતત્વ અધિકારી ઇમરાન મનસુરીએ જણાવ્યું કે, વર્લ્ડ હેરિટેજ સાઇટ સિવાયના અન્ય પ્રાચીન સ્મારકોમાં વિનામૂલ્યે ફોટોગ્રાફી અને શૂટિંગની પરવાનગી આપવાનો મુખ્ય ઉદ્દેશ ઓછા લોકપ્રિય સ્મારકોનો વધુ પ્રચાર થાય તેમજ તેની સાથે લોકોને જાેડવાનો છે. કોમર્શિયલ હેતુ માટે કોઇ છૂટ નથી. આ સ્મારકોમાં શૂટિંગ કરવા માટે પહેલાંની જેમ જ ઓનલાઇન પરવાનગી લેવી ફરજિયાત છે.

ફીમાંથી મુક્તિ અપાઇ નથી તેવા દેશભરના ૨૭ સ્મારકો
૧. ચાંપાનેરનો કિલ્લો ગુજરાત
૨. રાણીની વાવ પાટણ
૩. ધોળાવીરા કચ્છ ગુજરાત
૪. આગ્રાનો કિલ્લો ઉત્તરપ્રદેશ
૫. તાજમહેલ ઉત્તરપ્રદેશ
૬. ફતેહપુર સિક્રી ઉત્તરપ્રદેશ
૭. ઉલટાખેરા-રઘુનાથજીનો ટેકરો ઉત્તરપ્રદેશ
૮. અજંટાની ગુફાઓ મહારાષ્ટ્ર
૯. ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર
૧૦. એલીફન્ટા, મહારાષ્ટ્ર
૧૧. મહાબલિપુરમ, તમિલનાડુ
૧૨. ચોલા ટેમ્પલ તામિલનાડુ
૧૩. રંગઘર, તામિલનાડુ
૧૪. આદીચનલ્લુર તામિલનાડુ
૧૫. કોણાર્ક સૂર્યમંદિર ઓરિસ્સા
૧૬. ચર્ચ કોન્વેન્ટ ગોવા
૧૭. હમ્પીના સ્મારકો કર્ણાટક
૧૮. પટ્ટડકલ, કર્ણાટક
૧૯. ખજુરાહો મધ્યપ્રદેશ
૨૦. સાંચી બૌદ્ધસ્તુપ મધ્યપ્રદેશ
૨૧. ભીમબેટકા મધ્યપ્રદેશ
૨૨. હુમાયુનો મકબરો દિલ્હી
૨૩. કુતુબમિનાર દિલ્હી
૨૪. દિલ્હીનો કિલ્લો દિલ્હી
૨૫. હિલ્સ ઓફ રાજસ્થાન
૨૬. નાલંદા ઉત્ખનન સાઇટ
૨૭. રાખીગ્રહી,હરિયાણા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/