fbpx
ગુજરાત

હાઇકોર્ટના આદેશના પગલે હવે ચૂંટણી લડી શકશે વિપુલ ચૌધરી

વિપુલ ચૌધરી સમર્થિત ૪૦ જેટલી દૂધ ઉત્પાદક મંડળીને ક-વર્ગમાં જ્યારે ૩૦ જેટલી મંડળીઓને ડ-વર્ગમાં સામેલ કરી હતી

દૂધસાગર ડેરી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની ચૂંટણી લડી શકશે. જાેડિયા સહકારી મંડળીને ક વર્ગમાં મૂકવાના ર્નિણય હાલ પૂરતો સ્ટે આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે વિપુલ ચૌધરી ચૂંટણી લડી શકે એ પૂરતી રાહત આપવામાં આવી છે. ખેરાલુ જાેડિયા સહકારી મંડળીને ક વર્ગમાં ધકેલાતાં વિપુલ ચૌધરીનું ફોર્મ રદ થવાની સંભાવનાને પગલે વિપુલ ચૌધરી જૂથે હાઈકોર્ટના બારણા ખખડાવ્યા હતા. દૂધસાગર ડેરીની ચૂંટણી ૫મી જાન્યુઆરીએ યોજાવાની છે. આ ચૂંટણી રસાકસી ભરેલી રહે તેવી શક્યતા છે. મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના (દૂધસાગર ડેરી) પૂર્વ એમ.ડી. વિપુલ ચૌધરીને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સરકાર દ્વારા વિપુલ ચૌધરી સમર્થિત મંડળીઓને ઓડિટ રિપોર્ટના આધારે ક – વર્ગમાં મુકવાના સરકારના નિણર્ય પર હાઈકોર્ટે મનાઇહુકમ આપ્યો છે.
આ નિર્દેશને લીધે વિપુલ ચૌધરી ચૂંટણીમાં કેટલીક હદ સુધી રાહત મળી છે. રાજ્ય સરકાર દ્વારા ઓડિટ રિપોર્ટના આધારે વિપુલ ચૌધરી સમર્થિત ૪૦ જેટલી દૂધ ઉત્પાદક મંડળીને ક-વર્ગમાં જ્યારે ૩૦ જેટલી મંડળીઓને ડ-વર્ગમાં સામેલ કરી હતી. જેની સામે વિપુલ ચૌધરી સમર્થિત મંડળીઓને કોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે. જાેકે હજી પણ વિપુલ ચૌધરીની કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા બોનસ કૌભાંડમાં અન્ય આરોપીઓના અને લોકોના નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે. નોંધનીય છે કે અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટ દ્વારા મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.
મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હવે અશોક ચૌધરી સામે ઉમેદવારી નોંધાવી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીના જામીન ફગાવી દેવાતા હવે જામીન મેળવવા માટે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ જામીન અરજી પર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૨૦૧૪માં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિપુલ ચૌધરી પર વિનામૂલ્યે સાગરદારણ મહારાષ્ટ્ર મોકલી કૌભાંડ આચરવાનો આક્ષેપ છે. આ કેસમાં ફરિયાદ દાખલ થયા ૬ વર્ષ પછી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/