fbpx
ગુજરાત

સીએમ ઓફિસના વધુ ૮ કર્મચારી કોરોના સંક્રમિત થતા કુલ આંકડો ૧૯ થયો

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં એકાએક કર્મચારીઓમાં સંક્રમણમાં વધારો થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા મંગળવારે વધીને ૧૯ થઇ ગઇ છે. એકાએક સંક્રમણ વધતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. હજુ ૧૦ કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે જેથી આ સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. સમગ્ર સંકુલને સેનિટાઇઝ કર્યા બાદ સીએમ કાર્યાલયમાં મુલાકાતીઓને પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે જે કર્મચારીઓ સંક્રમિત થયા હતા તેઓ હોમ આઇસોલેટ છે અને સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના ટેસ્ટ કરાયા છે.
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩૭ કેસ નોંધાયા છે. જ્યારે ૨ દર્દીના મૃત્યુ થયા છે. ૧૪૯ દિવસ પછી શહેરમાં કોરોનાના કેસની સંખ્યા ૧૪૦થી નીચે નોંધાઈ હતી. ૧૧ ઓગસ્ટે ૧૩૯ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંક ૫૫૨૨૯ અને મૃત્યુઆંક ૨૨૪૦ પર પહોંચી ગયો છે. આ સાથે ૧૩૫ દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ પણ શહેરમાં ૨૪૦૬ એક્ટિવ કેસ છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા અને ૭ દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
દિવાળી પછી કેસમાં આવેલો તીવ્ર ઉછાળો હવે ધીરે ધીરે ઘટી રહ્યો છે. દરેક ઝોનમાં એક્ટિવ કેસનું પ્રમાણ પણ સતત નીચે આવી રહ્યું છે. કોરોનાના ટેસ્ટ માટે ઠેર ઠેર બનાવવામાં ડોમની સંખ્યા ઘટી છે અને મોટાભાગના ડોમ ખાલી જાેવા મળી રહ્યા છે. એકપણ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યો નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/