fbpx
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે ઉત્તરાયણની ઉજવણી માટે ગ્રીન સિગ્નલ આપ્યું દિવાળીમાં દાઝેલી રૂપાણી સરકારે ઉત્તરાયણમાં ઢીલ ન આપી


કોરોના કાળમાં તમામ તહેવારોની જેમ ઉત્તરાયણની ઉજવણી અંગે પણ અસમંજસની સ્થિતિ ઊભી થઇ હતી, ત્યારે આજે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટે ઉત્તરાયણની ઉજવણી માટે ગ્રીન સિગ્નલ આપ્યું છે. ઉત્તરાયણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ હાઇકોર્ટે નકારી હતી. સાથે જ સરકારે ૧૩ મુદ્દાનો પરિપત્ર કરવાની ખાતરી આપી છે. જેનો કડક અમલ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણની ખરીદી તેમજ પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જાેડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જાેઇએ. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલી માર્ગદર્શિકા મુજબ, ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં. ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ જાન્યુઆરીના રોજ રાત્રિ કફ્ર્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. એડવોકેટ જનરલે નિવેદન આપ્યું કે, એક વર્ષમાં ૬૪૦ કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે તેમને રોજગારી છીનવાઈ તે યોગ્ય નથી. દિવાળી વખતે એક વખત દાઝ્યા છીએ. ફરીથી ચૂક ના થાય તે જાેવાની અમારી જવાબદારી છે.યોગ્ય કાર્યવાહી કરીશું. ધાબા પર બહારથી આવનારા કોઈ જ આવી નહિ શકે. ટંકશાળ બજાર, રાયપુર નરોડા જેવા વિસ્તારો, જ્યાં ઉત્તરાયણમાં ભીડ ભેગી થતી હોય છે, ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ લગાવાશે.હાઈકોર્ટે આદેશ કર્યો કે, પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નથી. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા યોગ્ય છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે જરૂરી. સરકારને આદેશ કરવામાં આવે છે કે માર્ગદર્શિકાની જાહેરાત કરે. ૧૩માંથી ચોથા મુદ્દા પર સુધારો કરવામાં આવે. એપાર્ટમેન્ટ અને સોસાયટીના સેક્રેટરી સામે નિયમોનો ભંગ થવા પર કાયદેસરના પગલાં લેવામાં આવશે.
હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ અને ૬૫ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે. અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. શું છે સમગ્ર મામલો
ગત ૪ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણની ઉજવણીનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.જેમાં, કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવાની માગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરાઈ હતી. અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે, કોરોના જેવી મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી પર સંપૂર્ણ રોક લગાવવી જાેઈએ. આ સાથે પતંગ દોરાની ખરીદી અને વેચાણ વખતે ભીડ ભેગી ન થાય તેવી અરજદારે અરજીમાં રજૂઆત કરી હતી. અરજીમાં કહેવામાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/