fbpx
ગુજરાત

અમદાવાદ બીઆરટીએસ બસ હવે સવારે ૭થી સાંજના ૯ સુધી દોડશે

અમદાવાદ બીઆરટીએસ બસમાં મુસાફરી કરનારાઓ માટે આ અહેવાલ મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદ બીઆરટીએસ બસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ બીઆરટીએસ બસ હવે સવારે ૭થી સાંજના ૯ વાગ્યા સુધી દોડતી જાેવા મળશે. કોરોનાને લઈ ૫૦% મુસાફરો સાથે બસ રસ્તા પર દોડતી જાેવા મળશે. તમને જણાવીએ કે શહેરમાં કફ્ર્યુને ધ્યાનમાં રાખી સવારે ૭ થી સાંજે ૭ સુધી બીઆરટીએસ બસ દોડાવાતી હતી.
પરંતુ આજથી સવારના ૭થી સાંજના ૯ વાગ્યા સુધી બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીઆરટીએસના સમયમાં ફેરફાર કરાયો છે અને મુસાફરોને સેવા સવારે ૭થી રાતના ૯ વાગે મળે તેવી અમદાવાદ જનમાર્ગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી પર કાબૂ આવતાં લોકોને મુસાફરીમાં સરળતા રહે તે માટે શહેરી મુસાફરો માટે બીઆરટીએસ બસના સમયમાં ફેરફાર કરાયો છે.
કોરોના સંક્રમણને પગલે ગઈ ૫૦ કેપેસિટી સાથે ૧ જૂનથી સવારે ૭ વાગ્યાથી રાતના ૭ વાગ્યા સુધી બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી હતી. હવે મુસાફરોની સગવડતા માટે થઈને બે કલાકનો સમય વધારવામાં આવ્યો છે અને શનિવાર (આજ)થી સવારે ૭ વાગ્યાથી રાતના ૯ વાગ્યા સુધી શહેરીજનો બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/