fbpx
ગુજરાત

આગાહી વચ્ચે છોટા ઉદેપુરના વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની વધી ચિંતા

રાજ્યમાં ૨ દિવસ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહીનાં પગલે સમગ્ર રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ જાેવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટા ઉદેપુર, નવસારી,ભરૂચ, દાહોદમાં વરસાદ પડવાની સંભાવનાઓ આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૧૦મી તારીખે ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીનાં કારણે ખેતરોમાં ઉભેલા રવિ પાકને ભારે નુકસાની થાય તેવી સંભાવનાઓ જાેવામાં આવી રહી હોય ખેડૂતપુત્રોમાં ચિંતાનો માહોલ જાેવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઘઉં અને જીરુનાં પાક સહિતનો રવિપાક હાલ ખેતરોમાં તૈયાર હોય અને આ પાકને પાણી કે ઝંકળથી વ્યાપક નુકસાનની થવાની ભીતિ હોય ત્યારે વરસાદની આગાહી એટલે ખેડૂત માટે વર્ષભરની સખત મહેનત અને પૈસા પાણીમાં ગયા જેવો ક્યાસ થાય છે.
આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તામાં ૮, ૯ અને ૧૦ તારીખે વરસાદ(માવઠા)ની શક્યતા વ્યક્ત કરતી આગાહી આપી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જાેવામાં આવ્યો અને આવી રહ્યો છે. છેલ્લા ૨ દિવસથી ડાંગ જિલ્લામાં વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. આજે નવસારીમાં આકાશમાં વાદળો ઘેરાયા હોવાનુ નોંધવામાં આવી રહ્યું છે. નસવાડીમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદના એંધાણ જાેવાઇ રહ્યા છે. જાે કે, નસવાડી નજીક આવેલ કલેડીયા ગામમાં વહેલી સવારે ૬ વાગ્યાથી વરસાદ શરુ થઇ ગયો હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.
નસવાડી પંથકમાં ભારે વરસાદના કારણે આજુબાજુના ગામોમાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થવાની શક્યતાઓ જાેવાઇ રહી છે. વહેલી સવારથી જ વરસાદના પડવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઉભા પાક જેવા કે મકાઈ, બાજરી, મગ, હાઈબ્રેડ જુવાર, તુવર, એરંડાને નુકશાની થવાની સંપૂર્ણ સંભાવના છે. વઘઇમાં ધોધમાર વરસાદ નોંધવામાં આવ્યો. કમોસમી વરસાદ ને લઈને જનજીવન અસ્તવ્યસ્ત પણ જાેવામાં આવ્યું. વરસાદ પડતાં ઠંડીમાં પણ ભારે વધારો નોંધાયો છે. કમોસમી વરસાદ ને લઈને વઘઇ બજારમાં લોકોની અવરજવર ઓછી જાેવા મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/