fbpx
ગુજરાત

એરપોર્ટ ખાતે નાયબ મુખ્યમંત્રીએ વેક્સિનનું વેલકમ કર્યું જીતશે ગુજરાત, હારશે કોરોનાઃ કોરોના રસીનો પ્રથમ જથ્થો ગુજરાત પહોંચ્યા


૧૬મીથી વેક્સિનેશન, ગુજરાત માટે સીરમ કોવિશીલ્ડ વેક્સિનનો કુલ ૨ લાખ ૭૬ હજારનો જથ્થો આવ્યોપૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ તૈયાર કરેલી કોરોના વેક્સિન એવી કોવિશીલ્ડનો પહેલો જથ્થો અમદાવાદ આવી ચૂક્યો છે. આ વેક્સિન સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી. જ્યાં તેના સ્વાગત માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ આરોગ્યસચિવ જયંતી રવિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નીતિન પટેલે વેક્સિનને લીલીઝંડી આપ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ૨ લાખ ૭૬ હજાર જેટલો જથ્થો અત્યારે આવ્યો છે, જેમાં અમદાવાદ માટે ૧ લાખ ૮ હજાર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશ સ્ટોરેજમાં જથ્થો લઈ જવાયો છે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવ્યો છે.૧૧ વાગે વેક્સિન અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. જ્યાં એરપોર્ટ પર વેક્સિનને વધાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ અને સિવિલ હોસ્પિટલના અધિકારી હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર આવી વેક્સિનનાં વધામણાં કર્યાં હતાં. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેસીપી ગૌતમ પરમાર, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા.નીતિન પટેલે વધુમાં કહ્યુ કે, “વેક્સીન આવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો છે, વડાપ્રધાને અગમચેતીના ભાગરૂપે પહેલા લોકડાઉન કર્યુ, કરફ્યુ અને તે પછી અનલોક કર્યુ, હવે બધી રીતે પ્રજાને વેક્સીનથી સુરક્ષિત કરવા માટે સમગ્ર દેશમાં ૩૦ કરોડ નાગરિકોને વેક્સીનેશન આપવાનું કામ ૧૬ જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ તબક્કામાં ૩ કરોડ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ડૉક્ટર, નર્સિગ સ્ટાફ, સફાઇ કામદારોને ૧૬ તારીખથી વેક્સીનેશનની શરૂઆત થશે, જેના માટે પ્રથમ તબક્કાનો ૨ લાખ ૭૬ હજારનો જથ્થો પહોચાડવા બદલ ગુજરાત સરકાર તરફથી, મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી ગુજરાતની જનતા તરફથી વડાપ્રધાનનો આભાર માનું છું.૨૨ હજાર ડોઝ આવતીકાલે અથવા ગુરૂવારે ભાવનગર વિસ્તારમાં મોકલી આપવામાં આવશે. અમદાવાદ શહેર, અમદાવાદ જિલ્લા, ગાંધીનગર જિલ્લો અને ગાંધીનગર વિસ્તાર તેમજ ભાવનગર વિસ્તારમાં કોરોના વેક્સીનનો જથ્થો ફાળવી આપવામાં આવ્યો છે.બીજાે જથ્થો પૂણાથી આવતીકાલે સુરત પહોચશે જેના માટે વેક્સીનના ૯૩ હજાર ૫૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા છે. વડોદરા ખાતે પણ ૯૪ હજાર ૫૦૦ ડોઝનો જથ્થો પૂણાથી આવતીકાલે પહોચશએ. રાજકોટ ખાતે પણ આવતીકાલે વાહન દ્વારા કોરોના વેક્સીનનો જથ્થો પહોચશે.ભરૂચમાં ૧૪-૧૫ જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટજ્યારે ભરૂચમાં ૧૪-૧૫ જાન્યુઆરીએ આવશે કોરોના વેક્સિનનો પ્રથમ લોટ આવશે, જેને આરોગ્ય શાખાના વેક્સિનેશન સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવશે. ત્યાર બાદ ૧૬ જાન્યુઆરીએ જિલ્લામાં ૭ કેન્દ્રો પર ૭૦૦ આરોગ્યકર્મચારીને કોરોના વેક્સિન આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/