સુરતમાં પરિણીત પ્રેમિકાને પામવા એક પ્રેમીએ બીજાનું કાસળ કાઢ્યું
સુરતમાં ઉતરાયણના દિવસે પ્રણય ત્રિકોણના એક કિસ્સામાં થયેલી હત્યામાં હત્યારા પ્રેમી અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી લીધી. સુરતના સચિન વિસ્તારમાં ઉતરાણ દિવસે એક યુવાનની ઘાતકી હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા પરણિત પ્રેમિકાને પામવા એક પ્રેમીએ તેના મિત્ર સાથે મળી બીજા પ્રેમીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે તપાસ કરતા સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સાઈબાબા રેસીડેન્સી પાસે માળી આવેલ લાશ નજીકના જ તળગપુર ગામમાં જાકીરભાઇની ચાલીમાં રહેતા ગંગાસિંહ રમાકાંતસિંહની હોવાનું જણાયું હતું.
ગંગાસિંહ મજુરી કામ કરતો હતો. ગંગાસિંહને ઘરે ઘરકામ કરવા આવતી મહિલા સાથે પ્રેમ સબધ હતો. મહિલા પરણિત હોવા છતાં તેના મરનાર યુવાન સાથે અનેતિક સંભંધ પણ હતા પરંતુ મહિલાએ તેની સાથે પ્રેમ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ બાધ્યો હતો. જેને લઇને ગંગાસિંહ મહિલા અને પોતાની સાથે રહેવા માટે સતત દબાણ કરતો હતો બીજી બાજુ બીજાે પ્રેમી છબીરામ ઉર્ફે રમેશ ઉર્ફે કમલેશ રામપાલ યાદવ પણ આ મહિલાને તેની સાથે રહેવા દબાણ કરતો હતો.
છબીરામને મહિલાના પહેલા પ્રેમી વિષે જાણકારી મળતા છબીરામ ઉર્ફે રમેશ ઉર્ફે કમલેશ રામપાલ યાદવે તેના મિત્ર બ્રિજમોહન ઉર્ફે બિજે છોટેલાલ ગુપ્તા સાથે મળી ગંગાસિંહની ઘાતકી હત્યા કરી નાખી હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું. પોલીસે આ બંને આરોપી ને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments