fbpx
ગુજરાત

નલિયામાં તાપમાનનો પારો ૬ ડિગ્રીએ પહોંચ્યો ૨૪ જાન્યુઆરીથી રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી

ઉત્તરાયણ બાદ પવનની દિશા બદલાય છે અને ઠંડીનું જાેર ઘટે છે. પરંતુ રાજ્યમાં હજુ પણ કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મજુબ, રાજ્યમાં બે દિવસ બાદ ૨૪ જાન્યુઆરીથી વધુ ઠંડી પડશે. હાલ નલિયામાં તાપમાનનો પારો ૬ ડિગ્રી પર પહોંચ્યો છે. ત્યારે તાપમાનનો પારો ૪ ડિગ્રી સુધી ગગડી શકે છે. રાજ્યમાં લોકોએ હજુ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે વધુ ઠંડીની આગાહી કરી છે.
તો બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારે એવુ વાતાવરણ હતું કે, વિઝીબિલિટી ઘટી ગઈ હતી. વાહનચાલકોને ગાડી ચલાવવામાં મુશ્કેલી પડી હતી. કચ્છમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળ્યું. વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. ધુમ્મસના કારણે ૧૦૦ ફૂટ દૂર પણ દેખાતું ના હોવાથી વાહનચાલકો પરેશાન થયા છે.
રાજકોટના ધોરાજી પંથકમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. ધોરાજી તથા આસપાસના વિસ્તારની અંદરમાં ગાઢ ધુમ્મસ જાેવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસને લઈને વાહન ચાલકો હેરાન થયા હતા. ત્યારે ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખવા ધોરાજી પોલીસે અપીલ કરી હતી. ભારે ધુમ્મસના કારણે અકસ્માતનો ભય નિવારવા માટે વાહન ચાલકોને હેડ લાઈટ ચાલુ રાખવા પોલીસે સલાહ આપી છે. તો બીજી તરફ, ગાઢ ધુમ્મસ ને કારણે શિયાળુ પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી હતી. તો રાજકોટમાં વાતાવરણ પલટાને કારણે જીરાનું વાવેતર કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/