‘મારે ગુજરાતના એક દિવસના મુખ્યમંત્રી બનવુ છે’, યુવકે નીતિન પટેલને કર્યો ફોન
ગુજરાતના એક યુવકે નીતિન પટેલને ફોન કરી એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતના યુવકની નીતિન પટેલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ગુજરાતના યુવકની એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા જાેઇ નીતિન પટેલે પણ શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડમાં સૃષ્ટી ગોસ્વામી નામની એક યુવતી એક દિવસ માટે મુખ્યમંત્રી બની હતી. હેબતપુરના લાલજી ભાઇએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને એક દિવસના મુખ્યમંત્રી બનવાની વાત કરતા નીતિન પટેલ પણ હસી પડ્યા હતા. આ વાતચીતના કેટલાક અંશ નીચે પ્રમાણે છે.
લાલજી ભાઇઃ સાહેબ લાલજી બોલુ છું, મીઠાપુરા, ધોલેરા તાલુકાના હેબતપુર ગામમાંથી, જેની વસ્તી ૧૦-૧૨ હજારની છે. જે રીતે ઉત્તરાખંડમાં સૃષ્ટી ગોસ્વામી નામના બહેનને એક દિવસના મુખ્યમંત્રી બનાવડાવ્યા, તેવી રીતે હું ગુજરાતનો એક દિવસનો મુખ્યમંત્રી બનવા માંગુ છું.
નીતિન પટેલ (હસતા)ઃ બનો કઇ વાંધો નહી
લાલજી ભાઇઃ આમા આપણે સીએમ સાહેબની મંજૂરી જાેઇએ, જાે રૂપાણી સાહેબ એમ કહે કે લાલજી ભાઇને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવો.
નીતિન પટેલ (હસતા)ઃ સારૂ..સારૂ..હો
લાલજી ભાઇઃ આપણે સારૂ કામ કરીશું અને કામગીરી પણ સારી કરીને બતાવીશું
નીતિન પટેલઃ મુખ્યમંત્રી બન્યા વગર પણ સારા કામ કરી શકાય.
લાલજી ભાઇઃ જ્યાર સુધી સત્તા હાથમાં નથી
નીતિન પટેલઃ મારી શુભેચ્છા
રાષ્ટ્રીય બાલિકા દિવસના પ્રસંગે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાની વિદ્યાર્થિની સૃષ્ટિ ગોસ્વામી એક દિવસની મુખ્યમંત્રી બની હતી. આ દરમિયાન તેણે વિવિધ વિભાગની સમીક્ષા બેઠક કરી હતી અને પ્રેઝન્ટેશન જાેયુ હતું. સૃષ્ટી પોતાના ૬ કલાકના કાર્યકાળમાં પુરા આત્મવિશ્વાસથી ભરેલી જાેવા મળી હતી. આ દરમિયા તેણે અધિકારીઓની ક્લાસ પણ લીધી હતી અને વિપક્ષના સવાલોના જવાબ પણ આપ્યા હતા.
Recent Comments