fbpx
ગુજરાત

દાહોદમાં ૭૨મા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

સમગ્ર દેશ ભારતના ૭૨મા રિપબ્લિક ડેની ઉજવણી કરી કરવામાં આવી. ત્યારે દાહોદમાં રાજ્યકક્ષાની ઉજવણી થઈ. જ્યારે સીએમ વિજય રૂપાણી તેમજ રાજ્યપાલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ૭૫૦થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. તેમજ આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ૭૨મા પ્રજાસત્તાક પર્વના મંગળ પ્રભાતે, પોલીસ બેન્ડવાદકો દ્વારા રાષ્ટ્રગીતની ગૌરવશાળી ધૂનની સુરાવલીઓ અને ભારતીય વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પ પાંખડીઓની વર્ષા અને દેશભક્તિની લાગણીઓથી છલોછલ વાતાવરણમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવ્યો હતો. ગણતંત્ર દિવસના આ મુખ્ય સમારોહનો નજારો માણવા રાષ્ટ્રપ્રેમથી તરબતર દાહોદના નગરજનો નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયાં હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉન્નત ભારતના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ રાજયપાલ અને મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં પરેડનું નીરીક્ષણ પણ કર્યું હતું. ઊગતા સૂરજના પ્રદેશ એવા દાહોદમાં ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિએ વાતથી થતી હતી કે, સવારથી જ કોવિડ-૧૯ની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે નાગરિકો હાજર રહ્યા હતા.
લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો. ઉલ્લેખનીય છેકે, રાજ્યના જિલ્લા મથકોએ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી કરીને પ્રજાશક્તિને સહભાગીદાર બનાવવાના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી અને ક્રાંતિકારી પહેલના પગલે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આદિવાસી પંથક દાહોદના આંગણે યોજાઇ હતી. ૧૨ જેટલી પ્લાટુનમાં ગુજરાત પોલીસદળના ૪૯૦ ઉપરાંત જવાનોએ આઈ.પી.એસ અધિકારી અને પરેડ કમાન્ડન્ટશ્રી વિકાસ સુંદા નેતૃત્વમાં પરેડ યોજાઇ હતી. પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ સાથે તાલ મિલાવતી, પ્રભાવશાળી કૂચ કદમ (માર્ચ પાસ્ટ) ગણવેશધારી ટૂકડીઓએ રજૂ કરી ત્યારે લોકોએ હર્ષનાદથી પોલીસ જવાનોની શિસ્તબધ્ધતાને વધાવી લીધી હતી.
રાજ્યપાલ તથા મુખ્યમંત્રીએ આયુષમાન ભારત યોજના તહત પ્રધાનમંત્રી જનઔષધિ તેમજ મા વાત્સલ્ય અને મા અમૃતમ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર દાહોદના ડો.સંજીવકુમાર, ડો.બિરેન પટેલ અને ડો.કશ્યપ વૈધનું પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રીના ધર્મપત્ની અંજલીબહેન રૂપાણી, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, વજુભાઈ પણદા, ચંદ્રિકાબેન બારીયા,રમેશભાઈ કટારા, વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, યુવક સેવા વિભાગના સી.વી. સોમ, માહિતી નિયામક અશોક કાલરીયા, કલેકટર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા પોલીસ અધિકારી હિતેશ જાેયસર, નિવાસી અધિક કલેકટર મહેશ દવે સહિત ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના લબ્ધપ્રતિષ્ઠિત નાગરિકોએ ઉપસ્થિત રહી રાજયપાલ અને મુખ્યમંત્રીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/