અમદાવાદમાં રાત્રે બાથરૂમ જવાના બહાને પ્રેમીને મળવા જતી યુવતીનો ભાંડો ફૂટ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવતી તેના બોયફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે બાથરૂમ જવાના બહાને ઘરની બહાર નીકળી ગઈ હતી. પરંતુ યુવતી ખોટું બોલતી હોવાનું ખૂલ્યું હતું. પૂર્વ વિસ્તારમાં હિના (નામ બદલેલ છે) માતા પિતા સાથે રહે છે. તેને યુવક સાથે પ્રેમસંબંધ હોય બોયફ્રેન્ડને મળવા માટે રાતે ઘરેથી બહાનું કરી નીકળી જતી હતી.
એક દિવસ મોડી રાતે હિના માતા-પિતાના સૂઈ ગયા બાદ બાથરૂમ જવાના બહાને બોયફ્રેન્ડને મળવા નીકળી હતી. રસ્તામાં એકલી જતી હતી ત્યારે એક વ્યક્તિને શંકા ગઈ હતી. પુછપરછમાં હિનાએ કહ્યું હતું કે, મારા પિતા દારૂ પીને મારી માતા સાથે ઝઘડો કરીને માર મારે છે. જેથી મારી માતાએ મને ઘરેથી નીકળી જવા માટે કહેતા હું નીકળી ગઈ હતી.
આ વ્યક્તિએ મહિલા હેલ્પલાઈનની મદદ લેવા કહેતા યુવતીએ ૧૮૧માં ફોન કરીને મદદ માંગી હતી. મહિલા ટીમે કાઉન્સેલીંગ કરતા હિના ખોટું બોલી હોવાનું સામે આવ્યું હતું. કોઈને ન કહેવાની શરતે યુવતીએ ટીમને જણાવ્યું કે, બોયફ્રેન્ડને મળવા માટે બાથરૂમ જવાનું બહાનું કરી ઘરેથી નીકળી હતી. તેથી મહિલા ટીમે યુવતીને સમજાવીને ઘરે મૂકવા ગયા હતા. મહિલા હેલ્પલાઈને માતા-પિતાને ટકોર કરી હતી.
Recent Comments