fbpx
ગુજરાત

હિંસક ક્રાઈમ શોના વળગણ સુરતમાં ૧૩ વર્ષના બાળકે ૧૨ વર્ષના બાળકના માથામાં લાકડું મારી કરી હત્યા

સુરતના ભેસ્તાનમાં એક ચકચારી ઘટનામાં ૧૨ વર્ષીય બાળકની ૧૩ વર્ષીય તરૂણે ફટકા મારી હત્યા કરી નાંખી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૩ વર્ષીય તરૂણના આઠ વર્ષીય ભાઈને મૃતક માર મારી અપશબ્દો કહેતો હોઈ ઉશ્કેરાટમાં તરૂણે હત્યા કરી નાંખી હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના ભેસ્તાન આવાસમાં સરસ્વતી બિલ્ડિંગને અડીને આવેલી ઝાડીમાં બારેક વર્ષના તરૂણની ડેડબોડી પડી હોવાની માહિતી મળતાં જ એ.સી.પી જય પંડ્યા અને પાંડેસરા પોલીસ ઈન્સ્પેક્ટર અલ્પેશ ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બાળકના માથામાં ફટકાના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. જે ફટકા વડે બાળકની હત્યા થઈ હતી તે લાકડું પણ ડેડબોડી પાસે જ પડ્યું હતું.

પોલીસે તપાસ કરતાં બાળક આવાસમાં જ રહેતો અને એક મહિના પહેલાં જ વતનથી આવેલાં અંશુ તરીકે ઓળખ કરી લેવાઈ હતી. ડેડબોડીના માથાના આગળની તરફથી અડધા વાળ ગાયબ હતા અને નાક ઉપર પણ ગંભીર ઈજાના નિશાન હોઈ મામલો ગંભીર લાગ્યો હતો. કોઈએ હત્યા બાદ બાળકના વાળ કાપી તેનું નાક પણ કાપી નાંખવાની કરેલી કોશિશથી પોલીસ ગૂંચવાઈ હતી. આશ્ચર્યજનક રીતે પોલીસે ૧૩ વર્ષીય તરૂણની ધરપકડ કરી હતી. આ તરૂણની આઠ વર્ષીય નાના ભાઈએ મૃતક તરૂણ મારતો હોઈ ફરિયાદ કરી હતી.

જેને લઈને ઝઘડો થતાં હત્યા કરી નાંખી હતી. ડેડબોડી ત્યાં ઘણો સમય પડી રહી હતી. તે દરમિયાન ત્યાં સુવરો ડેડબોડીનું નાક અને માથાના વાળનો ભાગ કરડી ખાધા હતા. હા મારા હૈના, દો ફટકે મારે થે, મેરે છોટે ભાઈ કો ગાલી દે રહા થા, માર રહા થા. મેરે ભાઈને મુઝે બતાયા મૈને ઉસે ડાટા તો મુઝે ભી ગાલી દી, મુઝે ભી મારકે ઝાડી મેં ભાગા, મૈ ઉસકે પીછે ગયા દો ફટકે મારે થે, સહજભાવે કાયદાના સંઘર્ષમાં આવેલા ૧૩ વર્ષીય કિશોરે પોલીસને આ બધુ જણાવ્યું હતું. કાયદાના સંઘર્ષમાં આવેલા તરૂણના હાથ ઉપર પણ ઈજાના નિશાન મળી આવતાં પોલીસે કરેલી પુછપરછમાં હત્યાનો ભેદ ખૂલ્યો હતો. જાે કે, તરૂણને ખ્યાલ રહ્યો ન હતો કે તેનાથી હત્યા થઈ ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/