fbpx
ગુજરાત

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીના પરિણામો જાહેરઃ પ્રભુ વસાવાની હારથી ભાજપ સ્તબ્ધ

સહકારી ક્ષેત્રના રાજકારણની તિજાેરી સમાન સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. આ ચૂંટણીની સૌથી અગત્યની વાત એ છે કે બારડોલીથી સાંસદ તરીકે ચૂંટાયેલા ભાજપના પ્રભુ વસાવા આ બેંકના ડિરેકટર બની શક્યા નથી. તેઓ આ બેંકની ચૂંટણીમાં હારી ગયા છે, જે ભાજપ માટે ખૂબ જ આઘાતજનક વાત કહી શકાય. ૧૮ બેઠકોમાંથી ભાજપ પ્રેરિત સહકાર પેનલના ૧૪ બેઠક મેળવી છે. પરિણામ આવતાં જ બેંકની બહાર ઉજવણીનો માહોલ જાેવા મળ્યો હતો. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકની ૧૮ બેઠકોમાંથી પાંચ બેઠકો બિન હરીફ ચૂંટાઇ હતી. જ્યારે કે, ૧૩ બેઠકોનું પરિણામ આજે જાહેર થયું છે.

આ ચૂંટણીમાં ૧૩ બેઠકો પર ૨૮ ઉમેદવારો વચ્ચે રસાકસીનો માહોલ જાેવા મળ્યો હતો. ૧૮ માંથી ૧૪ ભાજપ પ્રેરિત સહકાર પેનલે બેઠક પર જીત મેળવી છે. જ્યારે કે, બે ભાજપથી બળવાખોર ઉમેદવારોએ બેઠક પર જીત હાંસલ કરી છે. સાથે એક બેઠક અપક્ષને જ્યારે અન્ય એક બેઠક કોંગ્રેસના ઉમેદવાર જીત મેળવી છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના કુલ ૧૮ ડિરેક્ટર માટે જાહેર કરવામાં આવેલી ચૂંટણીમાં પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.

સહકારી ક્ષેત્રના રાજકારણના વર્ચસ્વ સન્માન ચૂંટણીમાં કોંગ્રેસવાળા બેંકના હોદ્દેદારોની વહીવટની આડાઅવળા, તો જ્યારે બીજી તરફ ભાજપ પ્રેરિત સહકાર પેનલ દ્વારા બેંકના વિકાસના ગુણગાન ગાઈ મતદારોને છેલ્લી ઘડી સુધી રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ૧૮ નિયામકની ચૂંટણીમાં ભાજપના સહકાર પેનલના ઉમેદવારો અને બૅંકના વર્તમાન ચેરમેન સંદીપ દેસાઇ શરૂઆતથી જ બિનહરીફ રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/