fbpx
ગુજરાત

અમેરિકામાં રહેલા પતિને ભારત પરત લાવવા હાઈકોર્ટે ઉદાહરણ પુરું પાડ્યું

ભરણ પોષણ પેટે દર મહિને રુ. દોઢ લાખ મેળવવામાં ૨૪ વર્ષ સુધી સફળતા ન મળતાં, અમેરિકામાં રહેલા પતિને ભારત પરત લાવવા અને કોર્ટના આદેશનુ પાલન ન કરવા બદલ તેને સજા કરવાની માગ સાથે અમદાવાદની એક મહિલાએ કરેલી કન્ટેમ્પ્ટની અરજીમાં શુક્રવારે હાઈકોર્ટના ચીફજસ્ટિસની ખંડપીઠે કેન્દ્રીય ગૃહ વિભાગને આદેશ કર્યો આપ્યો છે કે, ભારત-અમેરિકા વચ્ચે ક્રિમિનલ મેટરમાં મ્યુચ્યુઅલ લિગલ આસિસ્ટન્ટ માટે સંધિ થયેલી છે. જેના આધારે, કેન્દ્રીય ગૃહવિભાગ આ કેસમાં કાર્યવાહી કરે. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, કેન્દ્ર સરકાર આ મુદ્દે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે.

આ કેસની વધુ સુનાવણી ત્રણ માસ બાદ, હાથ ધરાશે. કેસની વિગત જાેઈએ તો, વર્ષ ૧૯૯૨માં અરજદાર સોનલ પટેલના લગ્ન અમેરિકાના ગ્રીન કાર્ડ હોલ્ડર જીતેન્દ્ર પટેલ સાથે થયેલા. લગ્નના થોડા દિવસમાં જ જીતેન્દ્ર પટેલ તેની પત્નીને છોડીને અમેરિકા જતો રહેલો. પતિએ છેતરપિંડી કરીને કોરા કાગળ પર સહી લઈને તેના પર છુટાછેડાના કાગળ મોકલ્યા હતા. જેની સામે, અરજદારે વર્ષ ૧૯૯૭માં ભરણપોષણ માટે નીચલી અદાલત અરજી કરેલી. આ કેસમાં, વર્ષ ૨૦૦૩માં કોર્ટે હુકમ કર્યો હતો કે, પતિએ ભરણ પોષણ પેટે દર મહિને રુ. દોઢ લાખ ચુકવવા. આ આદેશની સામે પતિએ હાઈકોર્ટમાં અરજી કરેલી.

તે ફગાવાઈ હતી. આ પછી, વિવિધ અરજીઓ પતિની હાર થયેલી. મહિલાના પતિએ નીચલી કે હાઈકોર્ટના એક પણ આદેશનુ પાલન કર્યું નથી. વર્ષ ૨૦૧૭માં મહિલાએ ફરી એકવાર હાઈકોર્ટમાં અરજી કરેલી છે. જેમાં, શુક્રવારે તેના વકીલની રજૂઆત હતી કે, ભારત-અમેરિકા વચ્ચેની સંધિ મુજબ કેન્દ્રીય ગૃહવિભાગ આ કેસમાં કાર્યવાહી કરે. ભૂતકાળમાં હાઈકોર્ટમાં આદેશ કરવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા આ એનઆરઆઈ પતિને ભારત લાવવા માટે કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ નહોતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/