fbpx
ગુજરાત

કોંગ્રેસમાં ૪૩૨ દાવેદાર આવતા કેટલાક કોર્પોરેટરોને કાપવાની ચર્ચા

ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસમાં પણ ઉમેદવારોના નામોની પસંદગી કરવામાં ડખો સર્જાઈ શકે છે. ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પર પંજાના ચિન્હ પરથી ચૂંટણી લડવા ૪૩૨ દાવેદારો ઊભા થયા છે ત્યારે આંગણીના ટેરવે ગણાય તેવા નેતાઓએ માનિતાઓને સેટ કરવા ગોઠવણો શરૂ કરી દીધી છે. કેટલાક કોર્પોરેટરોને કાપવાના પણ સોગઠા ગોઠવાઈ રહ્યાં છે. જ્યારે સ્થાનિક નેતાઓથી લોબિંગમાંથી બચવા કેટલાક દાવેદારોએ અમદાવાદ અને છેક દિલ્હી સુધી દોડાદોડી શરૂ કરી દીધી હોવાનુ જાણવા મળે છે.

કોર્પોરેશનની ચૂંટણી આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે ચૂંટણી લાડવા માટે કોંગ્રેસમાં પણ દાવેદારોની લાઈનો લાગેલી છે. ત્યારે કયો દાવેદારના માથે કયા ગોડફાધરનો હાથ છે? તે ટિકિટ મેળવવા માટે મહત્વનુ બની ગયુ છે. શહેર કોંગ્રેસમાં આંગણીના ટેરવે ગણાય તેટલા નેતાઓ છે, પરંતુ તેઓ પોતાના માનિતા અને ચૂંટાઈ આવ્યા પછી તેમનુ સાંભળે તેવા દાવેદારોના નામો આગ ધરી રહ્યાં છે. આવામાં સ્થાનિક કોર્પોરેટરોના નામોનુ પત્તુ કાપવાનુ પણ પ્લાનિંગ કરાયુ છે.

બીજી તરફ નેતાઓની ચાલતી આ લોબિંગથી બચવા દાવેદારોએ ડાયરેક્ટ ડાયલીંગ શરૃ કરી દીધુ છે. કેટલાક પ્રદેશ પ્રમુખને મળી આવ્યા છે તો કેટલાક પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મંત્રી સાથે બેઠક કરી આવ્યા છે. એટલુ જ નહીં, અમદાવાદ જ નહીં દિલ્હી સુધી દોડાદોડી કરી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/