રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો, ૯.૦ ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુગાર
ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યમાં ૯.૦ ડીગ્રી સાથે ગાંધી નગર સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું હતું. જાે કે હજુ પણ ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધુ છે. અને આગામી બે૦એક દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદની પણ સંભાવના છે તેને જાેતા ગુજરાત માં પણ આગામી દિવસોમાં ઠંડીનું જાેર વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં લઘુત્તમ ૧૧.૦ ડિગ્રી તાપમાન નોધાયું હતું.
વડોદરામાં ૧૩.૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ ૧૭.૫ ડિગ્રી તાપમાન, રાજકોટમાં ૧૫.૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન, નલિયામાં ૧૦.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન, નોધાયું હતું. બે દિવસ ઠંડીમાં આંશિક રાહતનાં સંકેત જાેવા મળી રહ્યા છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૪ ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો રાઉન્ડ શરુ થશે.
Recent Comments