fbpx
ગુજરાત

અમદાવાદના ૪૨ વર્ષીય ધર્મેન્દ્રભાઈએ અંગદાન કરી ૪ લોકોને આપ્યું નવજીવન

ભારતીય સંસ્કૃતિમાં અન્ન દાન, રક્ત દાન જેવા વિવિધ દાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે, પરંતુ ૨૧મી સદીમાં અંગદાનને મહાદાન માનવામાં આવે છે. ભગવાન માણસને બનાવે છે, માણસને જીવન બક્ષે છે. જાે કે માનવી જ્યારે જીવન ટૂંકાવી દે છે, ત્યારે તેના અંગો થકી ૬ થી ૮ વ્યક્તિ જીવી શકે છે અને તેમનું જીવન ઘોરણ સુધરી શકે છે. આવી જ એક ઘટના બની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એસઓટીટીઓની ટીમ એમ્બ્યુલન્સ લઇને પહોંચી અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં. નરોડા વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષીય ધર્મેશભાઇ પટેલના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને સંપર્ક કરાતા ખૂબ જ ટૂંકા ગાળામાં ખાનગી હોસ્પિટલમાં પહોંચીને બ્રેઇન ડેડ ધર્મેશભાઇ પટેલને સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં કાર્યરત રીટ્રાઇવલ સેન્ટરમાં લાવવામાં આવ્યા. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષીય ધર્મેશભાઇ પટેલને એકાએક બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં તેમની પાંચ દિવસની સારવાર બાદ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. ધર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા તેમના પરિવારજનોએ ધર્મેશભાઇના અંગોનું દાન કરીને અન્ય જરૂરિયાતમંદ દર્દીની જીવનશૈલી સુધારવાનો પવિત્ર ર્નિણય કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લાવ્યા બાદ અન્ય તબીબી તપાસ કરાતા માલૂમ પડ્યુ કે, ધર્મેશભાઇની બન્ને કિડની, એક લીવર અને બંને આંખોનું દાન કરવું શક્ય છે. જે કારણોસર સમગ્ર પ્રત્યારોપણ પ્રક્રિયા નિષ્ણાંત તબીબોની હાજરીમાં હાથ ધરવામાં આવી. ભારે જહેમત બાદ બ્રેઇનડેડ ધર્મેશભાઇ પટેલના ચારેય અંગોનું દાન લઇને તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યુ. આ પ્રત્યારોપણ થકી ચાર વ્યક્તિઓનું કાર્યદક્ષતા સુધરી છે. મૃત ધર્મેશભાઇ પટેલના પરિવારજનો કહે છે કે, ધર્મેશભાઇની જ્યારે સારવાર ચાલી રહી હતી, ત્યારે તેઓ અત્યંત ગંભીર અવસ્થામાં હતા.

એ સમયે જ અમને લાગ્યુ હતુ કે, તેઓ જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા અમારા ધર્મેશભાઇનું જીવવું અત્યંત મુશકેલ બની રહ્યુ છે. આ સમગ્ર સારવાર દરમિયાન જ અમારા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને જરૂરિયાતમંદ દર્દીને તેમના અંગોનો લાભ આપી તેમની કાર્યદક્ષતા સુધારવાનો વિચાર આવ્યો હતો. ધર્મેશભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાતા અમારા પરિવારના બધા સભ્યોએ ભેગા મળીને અંગદાન કરવાનો પવિત્ર ર્નિણય કર્યો હતો. ધર્મેશભાઇના પરિવારજનો કહે છે કે, જીવન એક વરદાન છે અને ભારતીય સંસ્કૃતિમાં અન્યોને મદદ કરવી કે જરૂરિયાતમંદોને જીવતદાન આપવુ એ ઇશ્વરના આશિષ મેળવી આપે એવું ઉમદા કાર્ય ગણાયું છે. કોઇની મદદ કરવાની હોય, ત્યારે હિંમતની અચૂક જરૂર પડે છે ત્યારે અમારા સમગ્ર પરિવારે હિંમતપૂર્વક સમાજઉપયોગી બનવા માટે જ અંગદાનનો પવિત્ર ર્નિણય કર્યો છે. અમારો સમાજને એક જ સંદેશ છે કે અન્યોના જીવ બચાવવાના આ યજ્ઞમાં તમામે સહભાગી બનવું જાેઇએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/