fbpx
ગુજરાત

અસદુદ્દીન ઓવૈસી ગુજરાતનો કાર્યક્રમ જાહેર, ભરૂચ અને અમદાવાદમાં જનસભા સંબોધશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે જ એઆઈએમઆઈએમ દ્વારા ગુજરાતમાં ચૂંટણી લડવાનું એલાન કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતમાં બીટીપી સાથે એઆઈએમઆઈએમનું ગઠબંધન થયું હતું. અગાઉ ચાર ફેબ્રુઆરીએ એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આવવાની સંભાવના હતી. પણ હવે તેઓ ૭ ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે. અને ભરૂચ તેમજ અમદાવાદમાં સભાઓને સંબોધન કરશે. રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લાના આદિવાસી મસીહા છોટુભાઈ વસાવાની બીટીપી પાર્ટીએ તાજેતરમાં જ એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કરતાં સમગ્ર જિલ્લાનું અને સાથે ગુજરાતનું રાજકારણ બદલાયું હતું. તેવામાં ૭ ફેબ્રુઆરીથી ઔવેસી ગુજરાતના પ્રવાસે આવનાર છે.

ઔવેસી અમદાવાદ અને ભરૂચમાં સભાઓને સંબોધશે. ઔવેસીના ગુજરાતમાં ચૂંટણી લડવાના એલાનથી ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાશે એટલુ જ નહીં પરંતુ રાજકારણમાં ખુબ મોટો પલ્ટાવો આવશે તેવું મનાય રહ્યુ છે. મજબુતમાં મજબુત મતદારોનું ધ્રુવીકરણ થાય તેવી ગણતરીઓ મંડાઇ રહી છે. ત્યારે પ્રખર વક્તા એવા અસદુદ્દીન ઔવેસી સાથે બીટીપીના સુપ્રિમો છોટુ વસાવા બંન્ને એક જ મંચ ઉપરથી તીખા પ્રહારો કરશે અને તેથી રાજકારણ વધુને વધુ ગરમાશે તેથી તેની સીધી અસર ભરૂચ જિલ્લાની નગરપાલિકાની ચૂંટણી અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર પડે તેવી શકયતાઓ રહેલી છે. ઔવેસી તેમનાં તીખા પ્રહારો તેમજ તેજાબી પ્રવચન અંગે ખુબ જાણીતા છે.

ત્યારે ભરૂચ જિલ્લામાં તેમની આગવી તેજાબી ચાબખા મારવાની આવડત રાજકારણમાં કેવો પ્રભાવ પાડે છે તે જાેવુ રહ્યુ. એઆઈએમઆઈએમના સર્વેસર્વા ઔવેસીના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ તેમના પ્રવાસ દરમ્યાન અમદાવાદ અને ભરૃચ ખાતે જાહેર સભા સંબોધશે તેવુ પ્રાથમિક આયોજન થઈ રહ્યુ છે. આ બે સભાના મંચ ઉપરથી ઔવેસી કોને કોને ટાર્ગેટ કરે છે તે જાેવુ રહ્યુ. કેટલાક એમ કહી રહ્યા છે કે આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ખુબ મોટુ ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે અને તેથી જ અમદાવાદ અને ભરૃચ રાજકારણ માટે હોટસ્પોટ બને તો નવાઈ નહી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/