સંખેડાના ડૉ.રાજન ભગતનું અમેરિકામાં કોરોનાથી મોત

સંખેડામાં લાંબા સમય સુધી તબીબી પ્રેક્ટીસ કરી અમેરિકા સ્થાયી થયેલા ડૉક્ટર રાજન ભગતનું કોરોનાના કારણે અવસાન થતાં સંખેડાના નગરજનોમાં શોકની લાગણી ફેલાઈ. બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામના વતની અને સંખેડા બજાર મધ્યે ડૉ.રાજન ભગતનું દવાખાનું હતું. સંખેડાથી અમેરિકા તેઓ થોડા વર્ષો અગાઉ સ્થાયી થવા માટે ગયા હતા. થોડા સમય અગાઉ એક સર્જરી બાદ કોરોનાની અસર થઈ હતી. કોરોનાની સારવાર દરમિયાન તેઓનું અમેરિકા ખાતે જ અવસાન થયું હતું. ગામના લગભગ દરેક વ્યક્તિ સાથે સારા સંબંધ ધરાવનાર ડૉ.રાજન ભગતના અવસાનથી પ્રજામાં શોકની લાગણી ફેલાઇ છે.
Recent Comments