fbpx
ગુજરાત

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રને ટિકિટ ન મળતા નારાજ એક જ પાર્ટી પર છાપ નથી મારી બીજી ઘણી પાર્ટીઓ છે

ભાજપે વોર્ડ ૧૫માં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રને ટિકિટ આપી ન હતી. આજે ઉમેદવારોની જાહેરાત બાદ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહયું હતું કે, હવે મારો પુત્ર વિધાનસભા અને હું સાસંદની ચૂંટણી લડીશુ. બીજી તો ઘણી પાર્ટીઓ છે એક જ પાર્ટી પર છાપ મારી નથી. અમે બીજેપીના ધારાસભ્ય અને વફાદાર રહેવાના છે ચૂંટાયા પછી પણ બીજેપીને સપોર્ટ કરીશું. ભાજપે વોર્ડ ૧૫માં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર પૂર્વ કોર્પોરેટર એવા દીપકને ટિકિટ આપી ન હતી. આ મુદ્દે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભાજપના ગુજરાત પ્રમુખ મરાઠી બન્યાં તે માટે હું અભિનંદન આપું છું.

કોંગ્રેસના સગાવાદના આક્ષેપ સામે ભાજપે કોર્પોરેશનની ચંૂટણીમાં પ્રથમ ર્નિણય કર્યો તેના માટે પણ હું ધન્યવાદ આપુ છું. મારા પુત્રએ ટિકિટ માંગી હતી, સગાવાદમાં બધા આવી ગયાં. શૈલેષ સોટ્ટાના પુત્ર અને સસંદ સભ્યના બહેનને ટિકિટ મળી નથી. મારા પુત્રને પણ ટિકિટ આપી નથી તેનો આનંદ છે. હજુ બે દિવસ બાકી છે. બે દિવસ દરમિયાન ઉપરથી ભાજપની સૂચના આવશે. અને મારા પુત્રને ટિકીટ અપાવીશ.

આ વિસ્તારમાં ભાજપને લાવનાર મધુ શ્રીવાસ્તવ છે, તે ઈતિહાસ છે. ભાજપમાં મને ૩૫ વર્ષ થયાં છે. કોર્પોરેશનથી લઈ ધારાસભ્ય સુધી હું પહોંચ્યો છું. મારી પત્નીને ચંૂટણી લડાવી નથી, મારી પત્ની જ્યારે ચંટણી લડી છે ત્યારે જીતી હતી. હવે મારો પુત્ર વિધાનસભા અને હું સાસંદની ચંૂટણી લડીશ. મારો પુત્ર ધારાસભ્ય બનશે અને હું છેલ્લી ઘડી સુધી સાસંદની ચંૂટણી લડવાનો પ્રયાસ કરીશ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/