fbpx
ગુજરાત

ગુજરાતમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનો પ્રારંભ થશે

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ટાટા ગ્રુપ સાથે મળીને ગાંધીનગરના નાસ્મેદ ગામ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (આઈઆઈએસ) ની સ્થાપના કરવામાં આવી રહી છે. ટાટા ગ્રુપની હાઈ પાવર્ડ ટીમ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ અધિકારી એચ.એન. નિવાસ, કાયદાકીય સલાહકાર ઉદય ખરે અને તેમની ટીમનો સમાવેશ થાય છે. શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ ટાટા ગ્રુપને તાત્કાલિક ધોરણે આ અંગેની કામગીરી શરૂ કરવા જણાવ્યું છે.

ટાટા ગ્રુપે આ અંગેનો એક્શન પ્લાન આપ્યો હતો અને બને તેટલી ઝડપથી કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. ગુજરાત સરકાર અમદાવાદથી ૨૦ કિલોમીટર દૂર આવેલા નાસ્મેદ ખાતે આઈઆઈએસ માટેની કામગીરી શરૂ કરશે, જેનો ઉદ્દેશ હાઇલી સ્પેશિયલાઈઝ્‌ ક્ષેત્રોમાં તાલીમ આપવાનો છે. આ માટે રાજ્ય સરકારે ટાટા ગ્રુપને લગભગ ૨૦ એકર જમીનની ફાળવણી કરેલી છે. વિપુલ મિત્રાએ જણાવ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનો ઉદ્દેશ તાલીમ આપવાનો અને ઉચ્ચ કૌશલ્યયુક્ત ટેક્નીકલ મેનપાવરને તૈયાર કરવાનો છે,

જેથી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, સિસ્ટમ ઇન્ટિગ્રેશન, ક્લાઉડ બેઝ્‌ડ એપ્લિકેશન, સિમ્યુલેશન સોલ્યુશન્સ, ઇન્ડસ્ટ્રિયલ રોબોટ્‌સ, બિગ ડેટા એનાલિસિસ, ફેક્ટરી ઓટોમેશન, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, સ્માર્ટ મિકેટ્રોનિક્સ, પ્રિડિક્ટિવ મેઇન્ટેનન્સ, ડિજિટલ ક્વૉલિટી અને ડિઝાઈન જેવા ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ટ્રેડ્‌સ જેવાં હાઈલી સ્પેશિયલાઈઝ્‌ડ ક્ષેત્રોની કૌશલ્યવાળા કર્મચારીઓની માંગને પૂરી કરી શકાય. આ ઉપરાંત, આવા ક્ષેત્રોમાં ડિફેન્સ, એરોસ્પેસ, ઓઇલ અને ગેસ સંબંધિત વેપારનો પણ સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/