fbpx
ગુજરાત

ગુજરાતમાં એન્ટી લવ જેહાદ કાયદા પર ‘રોક’, વિધાનસભામાં રજૂ નહીં થાય બિલ

ગુજરાત સરકારે ર્નિણય લીધો છે કે થોડા સમય માટે રાજ્યમાં એન્ટિ લવ જેહાદ અધિનિયમ લાગુ કરવામાં આવશે નહીં. કાયદાના નિષ્ણાતોની સલાહ લીધા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ કહ્યું કે એન્ટી લવ જેહાદ કાયદેસર રીતે ધારણીય નથી. ઉચ્ચસ્તરીય સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે નિષ્ણાતોના અભિપ્રાયને પગલે, સરકાર, સંભવતઃ ૧ માર્ચથી શરૂ થનારા વિધાનસભાના બજેટ સત્રમાં બિલ રજૂ કરશે નહીં.

ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં ‘લવ જેહાદ’ને નાથવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાતે પણ આ અંગે રાજ્યમાં એક ખરડો રજૂ કરવાનો ર્નિણય કર્યો હતો. જાે કે, રાજ્ય સરકાર ભૂલી ગઈ છે કે રાજ્યમાં પહેલેથી જ ધર્મ પરિવર્તન અંગેનો કાયદો છે, જેના હેઠળ દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરી શકાતું નથી. અગાઉ રાજ્ય સરકારે સંબંધિત વિભાગોને સૂચના આપી ચૂકી છે કે શું રાજ્યમાં નવા કાયદાને લાગુ કરવાની જરૂર છે કે જૂના કાયદામાં સુધારો કરી શકાય છે.

‘રાજ્ય સરકારના આંતરિક બાબતોના નિષ્ણાત અને એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે રાજ્યમાં નવા કાયદા અથવા જૂના કાયદામાં સુધારા કાયદાકીય રીતે ટકાઉ હોઈ શકે છે. અન્ય રાજ્યોમાં પસાર થયેલા આવા કાયદાને સુપ્રીમ કોર્ટે પડકાર્યો છે. ઓછી આશા છે કે રાજ્યમાં બજેટ સત્ર દરમિયાન આ બિલ રજૂ કરવામાં આવશે તેવું સુત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારને અનેક સંસ્થાઓ અને લોકોના ઘણા પ્રતિનિધિઓ મળ્યા છે. અમે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ દ્વારા બનાવેલા કાયદાની અસરકારકતા, લાંબા ગાળાની અસર અને કાનૂની દાવની સમીક્ષા કરી રહ્યા છીએ.
નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકાર આ કાયદા માટે યોગ્ય સમયે ર્નિણય લેશે. ગુજરાતના હાલના રૂપાંતર કાયદા હેઠળ જાે કોઈ વ્યક્તિ દોષી સાબિત થાય છે, તો ત્રણ વર્ષની સજા અથવા રૂ .૫૦,૦૦૦ દંડ લાદવાની જાેગવાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/