fbpx
ગુજરાત

ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ સુરત એરપોર્ટ ખાતે ડીવાયએસપી તરીકે નિમાયા

ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ‘ડાંગ એક્સપ્રેસ’ સરિતા ગાયકવાડને ગુજરાત પોલીસમાં સુરત એરપોર્ટ ખાતે ડીવાયએસપી તરીકે સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગત ઓક્ટોબરમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક કરવામાં આવી હતી.

તે સમયે રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સી.વી. સોમે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની નીતિ મુજબ સરિતા ગાયકવાડને ડીવાયએસપી તરીકે સીધી નિમણૂક આપવામાં આવી છે જે એક ક્લાસ વન રેન્ક છે. તેઓ ભવિષ્યમાં આઈપીએસ તરીકે નામાંકન મેળવી શકશે અને એડીજીપી ક્રમ સુધી પહોંચી શકે છે. સરકાર તેમને પોલીસ અધિકારી તરીકે શ્રેષ્ઠ કારકિર્દીની શુભેચ્છા પાઠવે છે. રાજ્યના તમામ ખેલાડીઓ માટે આ એક મોટું પ્રોત્સાહન છે.

આ અંગે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સરિતા ગાયકવાડને ટ્‌વીટર પર શુભકામના પાઠવી હતી. તેમણે લખ્યું કે, ‘ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની ૪ ટ ૪૦૦ મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન’.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/