fbpx
ગુજરાત

અમદાવાદમાં ૨૭ વર્ષના દીકરાની માતાએ પ્રેમી સાથે સબંધ તોડતા નગ્ન ફોટા વાઇરલ કર્યા

કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, પણ ક્યારેક આ સંબંધ ખૂબ નુકસાન કરે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ૨૭ વર્ષના દીકરાની માતાને પ્રેમ થઇ ગયો અને પરિવારની જાણ બહાર બન્ને પ્રેમીપંખીડા મળતાં થઈ ગયાં હતાં. એક દિવસ પરિવારને આ વાતની જાણ થતાં મહિલાએ સંબંધ કાપી નાખ્યા હતા, જેથી પ્રેમીએ તેની સાથેની અંગત પળો સિવાય પ્રેમિકાના પરિવારની અન્ય મહિલાઓના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતાં.

આ મામલે હાલ એરપોર્ટ પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસસૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે, નિશા (નામ બદલ્યું છે ) અને તેનો પરિવાર પૂર્વ વિસ્તારમાં રહે છે. તેનાં બે દીકરા અને એક દીકરી છે, જેમાં સૌથી મોટો દીકરો ૨૭ વર્ષનો છે, જેના લગ્ન થઈ ગયા છે. નિશાનો પરિવાર સામાન્ય સંજાેગોમાં પોતાનું ગુજરાન ચલાવતો હતો.
એક દિવસ નિશા નાનામોટા કામ માટે બહાર ગઈ હતી. જ્યાં તે કામ કરી રહી હતી ત્યારે રાજીવ (નામ બદલ્યું છે ) તેને દૂરથી જાેઈ રહ્યો હતો. રાજીવ નિશાની પાસે આવ્યો અને તેને એક ચિઠ્ઠી આપી હતી, જેમાં રાજીવનો નંબર હતો, પણ નિશાએ આ વાત ગંભીર લીધી નહિ, કારણ કે તેના પરિવારમાં મોટા દીકરા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/