fbpx
ગુજરાત

સુરત લૉકડાઉનમાં પેમેન્ટ ફસાતા સિરામિકના વેપારીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું

સુરત શહેરના સિરામિક વેપાર સાથે જાેડાયેલા વેપારીનું લૉકડાઉન સમયે લાખો રૂપિયાનું પેમેન્ટ ફસાઈ જવાથી આપઘાત કરી લીધો છે. એક બાજું પેમેન્ટ ફસાયું હતું અને બીજી તરફ મોરબીના ફેક્ટરી માલિકની ઉઘરાણીથી ત્રાસીને વેપારીએ બે પાનાની સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. કોરોના મહામારીને લઈને કેટલાક લોકોના વેપાર પડી ભાંગ્યા છે. આ કારણે અનેક લોકોએ આર્થિક સંકડામણમાં આવીને આપઘાત કરી લીધાના બનાવો સામે આવ્યા છે. હવે શહેરમાં વધુ એક વેપારીએ આર્થિક સંકડામણને લઈને આપઘાત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાળા ગામના વતની અને સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વાલક રોડ પર આવેલી રોયલ ટાઉનશીપમાં રહેતા અલ્પેશ ખુંટ પોતાના ઘર નજીક અવધ રેસિસન્સી નજીકના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પીધેલી હાલમાં સ્થાનિક લોકોને મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. મૃતક અલ્પેશભાઈ કેનાલ રોડ પર સિરામિક ટાઈલ્સની દુકાન ધરાવે છે.

તેઓ મોરબી ખાતેથી ફેક્ટરીમાંથી માલ માગવીને વેપાર કરતા હતા. આ મામલે પોલીસે મરનાર અલ્પેશભાઈ પાસેથી બે પાનની સુસાઇટ નોટ મળી આવી હતી. જેમાં અલ્પેશભાઈએ કોરોના લોકડાઉનમાં તેમનું લાખો રૂપિયાનું પેમન્ટ ફસાઈ ગયું હોવાનો ઉલ્લેખ છે. બીજી બાજુ મોરબીના સિરામિક ફેક્ટરીના માલિક સતત પઠાણી ઉઘરાણી કરતા હોવાનો ઉલ્લેખ સુસાઈડ નોટમાં કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટ પ્રમાણે અલ્પેશભાઈએ રજની અને મુન્સી પાસથી ૧૦ લાખ, અજય પાસેથી ૨૦ લાખ અને કાના સુદામા પાસેથી ૧૧.૭૫ લાખ લેવાના નીકળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/