fbpx
ગુજરાત

કોંગ્રેસને મોટો ફટકોઃ ઇસનપુરમાં ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જાેડાયા

છસ્ઝ્ર ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ટિકિટ વહેંચણીને લઈને કાર્યકરોમાં ભારોભાર આક્રોશ જાેવા મળી રહ્યો છે. અને હવે કાર્યકરો બળાપો કાઢતાં રાજીનામાં આપી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં કોંગ્રેસને ચૂંટણી પહેલાં મોટો ફટકો પડ્યો છે. ઈસનપુર વિસ્તારના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જાેડાતાં ચકચાર મચી જવા પામી છે. ભાજપ શહેર પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં કોંગી કાર્યકરોએ ભગવો ધારણ કર્યો હતો.

છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી માથાનો દુઃખાવો બની ગઈ હતી. હજુ પણ કોંગ્રેસનાં ટોચનાં નેતાઓ પ્રદેશ કાર્યાલય તરફ ફરકતાં નથી. તેવામાં આક્રોશિત કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડી રહ્યા છે. અમદાવાદ જ નહીં રાજ્યમાં ઠેર-ઠેર કોંગેસમાં ગાબડું પડી રહ્યું છે. અને કાર્યકરો ભાજપ કે છૈંસ્ૈંસ્નો સાથ પકડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાલ વોર્ડની કોંગ્રેસની પેનલને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા દબાણ કરાયાનો આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપે ઉમેદવારોને દબાણ કર્યું હોવાનો આરોપ લગાવતાં કોંગી ઉમેદવાર આશિષ પટેલે મીડિયાને જણાવેલું કે ભાજપે મારા સગાસંબંધી અને મિત્રો મારફતે ફોર્મ પરત ખેંચવા માટે ૪ કરોડ રૂપિયાની ઓફર કરાઈ હતી. ઉપરાંત ભાજપે ખોટા કેસ કરવાની ધમકી પોલીસ દ્વારા અપાવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે જણાવ્યું કે ભાજપ સત્તાના જાેરે જાેહુકમી લાવી વસ્ત્રાલ વોર્ડમાં કોંગ્રેસની પેનલને ફોર્મ પરત ખેંચવા કહ્યું છે. ભારતીબેને ફોર્મ પરત ખેચ્યું તેની પાછળ પૈસા પોલીસ અને ધાકધમકી જવાબદાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/