fbpx
ગુજરાત

બારડોલીમાં એકસાથે ચાર દીપડા દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ

બારડોલીના તાજપોર ગામમાં એકસાથે દેખાયા ચાર દીપડા દેખાતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે. આ દીપડાઓએ એક વાછરડાનું મારણ કર્યું છે જયારે એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું છે. જે માટે વનવિભાગ સાવધ બની ગયું છે અને બે જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં દિન પ્રતિદિન દીપડાનો આતંક વધી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને સુરત જીલ્લાના જંગલ વિસ્તારમાં દીપડા દેખાવા અને દીપડાના હુમલાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે બારડોલી તાલુકાના તાજપોર ગામે પણ દીપડાનો આતંક જાેવા મળ્યો છે. બે દિવસ પહેલા તાજપોર ગામે ખેતરમાં કામ કરી રહેલા જેસીબી ચાલકેને ખેતરમાં દીપડા દેખાતા મોબાઈલમાં કેદ કરી લીધા હતા.

ત્યારબાદ રાત્રીના સમયે દીપડાએ આહીરવાસમાં ખુલ્લામાં બાંધેલા એક વાછરડાનું મારણ કર્યું હતું અને એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું હતું. પરિવારના લોકો જાગી જતા દીપડો બંને વાછરડાને મૂકીને ભાગી ગયો હતો. તાજપોર ગામના પશુપાલક, પ્રભુભાઈ આહીરે જણાવ્યું કે, તાજપોર ગામના પાટિયા પર ત્રણથી ચાર ઘર આહીર સમાજના આવેલા છે અને મોટા પ્રમાણમાં પશુધન એમની પાસે છે અને એના સિવાય પણ ગામમાં મોટા ભાગના લોકોનો વ્યવસાય પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે જાેડાયેલા છે. જેથી કરી ચારો લેવા તેમજ ખેતીના કામથી ગ્રામજનોને ખેતરે જવું પડે છે.

છેલ્લા ત્રણ ચાર દિવસથી દીપડા દેખાવાને લઇ હાલ આ ગ્રામજનો ભયના માહોલમાં જીવી રહ્યા છે.દીપડાથી પોતાના પશુધનને બચાવવા રાત્રીના ઉજાગરા પણ કરી રહ્યા છે. ગ્રામજનોની ફરિયાદને લઇ ગામના સરપંચ દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. થોડા સમય અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો તે સમયે વન વિભગ દ્વારા આ વિસ્તારમાં એક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ દીપડો પાંજરે પુરાયો નહતો ,જાેકે છેલ્લા ચાર પાંચ દિવસથી એક સાથે ચાર જેટલા દીપડા દેખાતા વન વિભાગ સતર્ક થયું છે અને જે જગ્યા એ દીપડા દેખાય છે ત્યાં બે પાંજરા ગોઠવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/