ક્યાં છે કોરોના…? હાટકેશ્વરમાં ભાજપ ઉમેદવારે બે હાથી, બગી તથા ફુગ્ગાઓ સાથે રેલી કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે અમદાવાદ કોટ અને પૂર્વ વિસ્તારમાં રવિવારે રજાના દિવસે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. જેમાં હાટકેશ્વર વિસ્તારમાં ભાજપના ઉમેદવાર દ્વારા બે હાથી, બગી તથા ફુગ્ગાઓ સાથે રેલી કાઢવામાં આવી હતી.આ રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ કરાયો હતો. અનેક કાર્યકરો-આગેવાનોએ તેમજ રેલીમાં જાેડાયેલાં નાગરિકોએ માસ્ક પહેર્યા નહોતા. આશ્ચર્યની વાત એ છે કે કોરોનાની સ્થિતિમાં છેલ્લા કેટલાક સમયથી અર્થતંત્રમાં મંદી દેખાઈ રહી છે. પણ ભાજપને જાણે આવી મંદી નડતી નથી. ભાજપે રેલીમાં બે હાથીરાજાને પણ સામેલ કર્યા હતા. એક હાથીનું એક દિવસનું ભાડં રૂપિયા ૪૦ હજાર હોય છે ત્યારે બે હાથીનું ભાડૂં, બગી, ફુગ્ગાઓ સહિતનો જે ખર્ચ કરાયો છે તે ચૂંટણી ખર્ચમાં દેખાડવામાં આવશે કે કેમ તેની સૌ કોઈને શંકા છે.
Recent Comments