fbpx
ગુજરાત

રાષ્ટ્રપતિ કોવિંદનું ગુજરાતમાં આગમનઃ આવતીકાલે મોટેરા સ્ટેડિયમમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા તો આજે ૪ વાગ્યે સેન્ટલ યુનિવર્સિટીના પદવીદાન કાર્યકમમાં તેઓ હાજરી આપશે સાથે જ આવતીકાલે મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં પણ હાજર રહેશે તો મોટેરામાં કાર્યક્રમ બાદ દિલ્હી પરત ફરશે.
૨૪મી તારીખે તેઓ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે મોટેરા સ્ટેડિયમ પ્હોચશે. તેઓ બપોરે ૦૧ઃ૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેનાર છે. ૨૪ તારીખના કાર્યક્રમ માટે પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે તેની સાથોસાથ કોરોના સંદર્ભે વિશેષ તકેદારી શરૂ કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ
૧૨ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર
પોરે ૧૨ઃ૪૦ વાગ્યે ગાંધીનગર રાજભવન પોંહચશે
૦૪ઃ૦૦ વાગ્યા સુધી લંચ બ્રેક
૦૪ઃ૩૦ વાગ્યે મહાત્મા મંદિર
રાત્રે ૦૯ઃ૦૦ વાગ્યે રાજભવન પરત ફરશે
૨૪મી તારીખે તેઓ બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે
૦૧ઃ૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/