fbpx
ગુજરાત

સ્વામિનારાયણ મંદિર-લોયાધામ પરિવાર દ્વારા રામ જન્મભૂમિને ૧૧ લાખનો ચેક અર્પણ

શ્રી સ્વામિનારાયણ મંદિર – લોયાધામ પરિવાર દ્વારા રામજન્મભૂમિ ખાતે નિર્માણ પામવા જઈ રહેલ મર્યાદા પુરુષોત્તમશ્રી ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે પરમ પૂજય સદગુરુ શાસ્ત્રીજી સ્વામીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજીની પ્રેરણાથી રૂપિયા અગિયાર લાખનો ચેક નિધિ સમર્પણ માટે અર્પણ કરવામા આવ્યો હતો. આ પ્રસંગે લોયાધામ પરિવાર ઇન્ડિયા-યુએસએ-કેનેડા-યુકે વતિ સ્વામી શ્રી વિજ્ઞાનસ્વરૂપદાસજી તથા સંસ્થાના સંતોએ વિશ્વહિન્દુ પરિષદ ના આગેવાનોને આ નિધિ સમર્પણનો ચેક અર્પણ કર્યા હતો.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય પ્રાંત સંગઠન મહામંત્રી અશોકભાઈ રાવલ, પ્રાંત સંગઠન મંત્રી રાજેશભાઇ પટેલ, નિધિ સમર્પણ કમિટીના સભ્ય શશીકાંતભાઈ સોની, વિદ્યાભારતીના વિજયભાઈ તથા વિહિપ અને સંઘના વિવિધ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ તથા શૈલેષભાઈ સાવલિયા-અમદાવાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ નિશાળીયાએ પણ રામમંદિર માટે રૂપિયા પચ્ચીસ હજાર નિધિ સમર્પણમાં અર્પણ કર્યા હતા.

Follow Me:

Related Posts