સંખ્યાના અભાવે ઉત્તર ગુજરાતની ૪૦માંથી ૩૦ PGDCA કોલેજ થઇ બંધ થઈ

પાટણ સહીત ઉત્તર ગુજરાતમાં ૫ વર્ષ પહેલા સુધી છાત્રોમાં ઝડપથી નોકરી માટે પીજીડીસીએ અભ્યાસ સૌથી પસંદગીનો અભ્યાસ ગણાતો હતો. એડમિશન માટે પડાપડી રહેતા ઉ.ગુ માં ૪૦ જેટલી કોલેજાે શરુ થઇ હતી. પરંતુ સરકાર દ્વારા તે ડિપ્લોમા પોસ્ટ ગેજ્યુશન ડીગ્રી હોઈ માસ્ટર ડિગ્રીમાં ન ગણતા છાત્રોમાં ઝડપથી અણગમો બની જતા એડમિશન ન લેતા સંખ્યાના અભાવે ૩૦ જેટલી ઉત્તર ગુજરાતમાં કોલેજાે બંધ થઇ છે. ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટી સંલગ્ન માત્ર ૧૦ જેટલી કોલેજાે ચાલુ છે.
જેમાં પણ ૩૦ થી ૪૦ ટકા જ છાત્રો જ અભ્યાસ કરી રહ્યા છે. ૨૦૦૫થી ૨૦૧૫ સુધીમાં પીજીડીસીએમાં પ્રવેશ લેવા માટે એન્ટર્સ એક્ઝામ આપવાની ફરજ પડતી હતી. છાત્રોના પ્રવાહને જાેઈ ઉ.ગુમાં જ ૪૦ જેટલી પીજીડીસીએની કોલેજાે ધમધમતી થઇ હતી. પરંતુ ધીરે ધીરે આ કોર્ષ બાદ મળતી તકો અને મહત્વ ઘટતા આજે આ કોર્ષ પ્રત્યે છાત્રોમાં ઉદાસીલતા જાેવા મળી રહી છે. અને છાત્રો પ્રવેશ લેવાનું બંધ કરતા ૨૦૧૫ બાદ કોલેજાે બંધ થવા લાગી છે. પાટણ જિલ્લાની ૪ જેટલી કોલેજાે ચાલતી હતી.
૩ લાંબા સમય પહેલા બંધ થઇ હતી.ત્યારબાદ ફક્ત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમએસસીઆઈટીમાં એક કોલેજ શરૂ હતી. પરંતુ છેલ્લે ૨૦૧૮માં ફક્ત ૪ છાત્રોએ પ્રવેશ લીધો હતો. જેથી સંખ્યાના અભાવે યુનિ દ્વારા ૨૦૧૯માં એ પણ બંધ કરવામાં આવતા હાલ જિલ્લામાં એક પણ સ્થળે પીજીડીસીએ કોલેજ ચાલુ નથી.
Recent Comments