fbpx
ગુજરાત

કારમી હાર બાદ ધાનાણીનું ટ્‌વીટઃ“અપેક્ષાથી ઉણા ઊતર્યાનું દુખ”, ભય-ભ્રમથી પ્રભાવિત પેઢી

૬ મહાનગરપાલિકામાં કોંગ્રેસણે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસને હાથના કર્યા હૈયે વાગ્યા જેવોઘાટ સર્જાયો છે. આંગળીના વેઢે ગણી શકાય તેટલી બેઠક પણ કોંગ્રેસ મેળવી શક્યું નથી. તો ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ગાજ્ય મેહ વર્ષી શક્યા ના હતા.

રાજ્યસભામાં પણ નાદારી નોધાવી ચુક્યું છે. અને ભાજપના બંને ઉમેદવાર બિન હરીફ બન્યા છે. પોતાની નિષ્ફળતાને છુપાવવા કોંગ્રેસ ભાજપ ઉપર અવાર નવાર શાબ્દિક પ્રહાર કરતી જાેવા મળે છે. ત્યારે આ ૬ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના શરમજનક પ્રદર્શનને સ્વીકારવાને બદલે હારના કારણો જ દર્શાવી રહી છે. નક્કર પગલા ભરી પોતાને મજબુત બનાવવાની જગ્યાએ આજે પણ લૂલો બચાવ કરતી જાેવા મળી રહી છે. ચૂંટણીમાં ખરાબ પ્રદશનને લઇ કોંગ્રેસના વિપક્ષનેતા પરેશ ધાનાણી એ ટ્‌વીટર પર પોતાની ક્ષતિ શોધવાને બદલ હજુ પણ બીજાના વાંક શોધી રહ્યા છે. તેમને ટ્‌વીટર લખ્યું છે કે,
ભય-ભ્રમથી પ્રભાવિત પેઢી
સરકારી તંત્રનો દુર ઉપયોગ
નાણાકીય સંસાધનોની ઊણપ
સજ્જન મતદારોની નિરસતા
સતા વિરોધી મતનુ વિભાજન
અને પેટાચૂંટણીએ પેદા કરેલી હતાશા વચ્ચે
“લોકશાહી” ને બચાવવા મક્કમતાથી લડાઈ
લડી રહેલા કોંગ્રેસી યોધ્ધાઓને અભિનંદન.!
ઈંઆભાર_મહાનગર
પરિક્ષામાંથી નાસીપાસ થયેલા વિધાર્થી જેવી હાલત હાલમાં કોંગ્રેસની છે. હતાશાની ગર્તામાંથી કોંગ્રેસ કયારે બહાર આવશે. હવે કોંગ્રેસે અન્ય ઉપર દોષારોપણમાંથી બહાર આવી આ અંગે મનોમંથન કરી પોતાને સંગઠિત કરી મજબુત કરવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/