fbpx
ગુજરાત

બગોદરા-અરણેજ રોડ પર મજૂરોને લઈ જતી ગાડી ટ્રેલરમાં ઘૂસી, ૩નાં દર્દનાક મોત, ૫ ઈજાગ્રસ્ત

અમદાવાદમાં આજે રોડ એક્સિડેન્ટની કરૂણ ઘટના સામે આવી છે. અમદાવાદના બગોદરા-અરણેજ રોડ પર મજૂરોને લઈ જતી ગાડી ટ્રેલરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ૩ મજૂરોનાં ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા છે. જ્યારે પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી છે. આ મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

અમદાવાદના બગોદરાથી અરણેજ રોડ પર તુફાન ગાડી મજૂરોને લઈને જતી હતી. તે જ સમયે પૂરપાટ ઝડપે જતાં તુફાન ગાડી ટ્રેલરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. મજૂરોને લઈ જતીનો અકસ્માત થતાં દર્દની ચીચીયારીઓ વાતાવરણમાં ગુંજી ઉઠી હતી. અને રસ્તા પર ટ્રાફિક અટવાઈ ગયો હતો. અને આ ગમખ્વાર અકસ્માતમાં લોહીલુહાણ હાલતમાં પડેલી લાશો જાેઈને લોકો થથરી ઉઠ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અકસ્માતમાં પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે બગોદરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાે કે ઈજાઓ વધુ ગંભીર હોવાથી મજૂરોને વધારે સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/