fbpx
ગુજરાત

મોત પહેલાં પરિણિતાએ વીડિયો બનાવ્યો હસતા હસતા મોત વ્હાલુ કર્યુંઃ પરિણિતાએ સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો

અમદાવાદમાં એક પરિણીતાનો આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટની પાળે બેસીને દુનિયાથી વિદાય લેતાં પહેલાં હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. અને આ વીડિયોમાં પોતાની આપવીતિ વર્ણવી હતી. અને વીડિયો બનાવ્યા બાદ મહિલાએ સાબરમતીમાં છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આપઘાત કરનાર આ મહિલાનું નામ આઈશા ઉર્ફે સોનુ છે. અને તે વટવા વિસ્તારમાં અલમની પાર્કમાં રહેતાં લિયાકતઅલી મકરાણીની પુત્રી હતી. આઈશાના લગ્ન ૨૦૧૮માં રાજસ્થાનના ઝાલોરમાં રહેતાં આરીફ ખાન સાથે થયા હતા. પણ સાસરીયાઓ દહેજ માટે આઈશાને ત્રાસ આપતા હતા. ૨૦૧૮માં જ તેનો પતિ આરીફ તેને દહેજ બાબતે ઝઘડો કરી અમદાવાદ મૂકી ગયો હતો. પાછળથી સમાધાન થયું. પાછી આઈશા સાસરીએ ગઈ. અને ૨૦૧૯માં આરીફ પૈસાની માગણી કરી પાછી આઈશાને અમદાવાદ મૂકી ગયો હતો.

આ મામલે આઈશાએ વટવા પોલીસમાં ફરિયાદ પતિ અને સાસરીયાઓ સામે ફરિયાદ પણ કરી હતી. અને કોર્ટમાં કેસ પણ કર્યો હતો. બાદમાં આઈશા પ્રાઈવેટ જાેબ કરવા લાગી હતી. ગુરુવારે આઈશાએ પોતાના પતિને ફોન કરીને કહ્યું હતું કે, જાે તું મને નહીં લઈ જાઈ તો હું આપઘાત કરી લઈશ. તે સયમે પતિએ કહ્યું કે તારે મરવું હોય તો મરી જા તેમ કહી વીડિયો મોકલજે તેવું કહેતાં આઈશાએ વીડિયો મોકલ્યો હતો.

આ વીડિયોમાં પરિણીતાએ કહ્યું કે, હેલ્લો, અસ્સલામ વાલેકુમ મેરા નામ હૈ આઇશા આરીફખાનપઔર મેં જાે ભી કુછ કરને જા રહી હુંપ મેરી મરજી સે કરને જા રહી હુંપ ઇસમેં કિસી કા દબાવ નહિ હૈપ અબ બસ ક્યા કહે? એ સમજ લીજીયે કે ખુદા કી ઝિંદગી ઈતની હોતી હૈપ ઔર મુજે ઈતની ઝિંદગી બહોત સુકુનવાલી લગતી હૈ. ઔર ડિયર ડેડ કબ તક લડેંગે અપનો સેપકેસ વિડ્રોલ કર દો.. નહીં કરના.. આઇશા લડાઈઓ કે લીએ નહીં બની.. પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેંગે? અગર ઉસે આઝાદી ચાહીયે તો ઠીક હૈપવો આઝાદ રહે.. ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મિલૂંગી.. ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે.. દોસ્ત બહોત અચ્છે મિલે..પર શાયદ કહીં કમી રેહ ગઈ મુજમે યા શાયદ તકદીર મેંપ મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું.. અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયેપ. એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબબત કરની હૈ તો દો તરફ કરોપ એક તરફા મેં કુછ હાંસિલ નહી હૈ. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હૈ..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/