વલસાડ હાઇવે પર લક્ઝરી બસે સાયકલ સવારને અડફેટે લેતાં મોત
વલસાડ હાઇવે પર ધરમપુર ચોકડી પાસે મંગળવારે સાંજે મોડી સાંજે નોકરી પરથી પરત પોતાના ઘરે જઈ રહેલા સિક્યુરિટી ગાર્ડને લક્ઝરી બસ ચાલકે અડફેટે લેતા સાયકલ સવાર સિક્યુરિટી ગાર્ડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જાેકે, બસ ચાલાક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વલસાડના મોગરાવાડી હીરા ફેક્ટરી નજીક રેહતા અને અબ્રામા વાવ ફળિયા ખાતે પેન્ટલ સ્ટેશનરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૩૬ વર્ષીય રમેશભાઈ સુક્લા મંગળવારે સાંજે આશરે ૮ઃ૧૫ વાગ્યાના સુમારે પોતાની નોકરી પરથી ઘરે સાયકલ પર જવા નીકળ્યા હતા.
તે દરમિયાન હાઇવે પર અબ્રામા નજીક ખોડિયાર હોટલની સામે એક લક્ઝરી બસ પુરપાટ ઝડપે આવી રહી હતી. સાઇકલ પર સવાર આધેડને લક્ઝરી બસે અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સાઇકલને અડફેટે લીધા બાદ લક્ઝરી બસ ચાલાક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ પોલિસને કરાતાં પોલીસ ઘટના સ્થળે હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડી લક્ઝરી બસ ચાલકને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
Recent Comments