fbpx
ગુજરાત

જામનગરમાં ૧૪ વર્ષની સગીરાના બાળલગ્ન થતા અટકાવાયા

જામનગરમાં સગીર વયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા એક બાળલગ્ન થતા અટકાવવામાં આવ્યા છે. શહેરના દિગજામ સર્કલ પાસેના વુલનમિલ વિસ્તારમાં સમાજ સુરક્ષાની ટીમ પહોંચતા નાની વયના વરરાજા સાથેની જાન પરત ફરી હતી. ટીમે લગ્નની વિધિ અટકાવી અને મંડપ ખોલાવ્યા હતા.

જામનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જીલ્લા બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બાળલગ્ન થતા અટકાવ્યા છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે તથા ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ એ જામનગર શહેરના વુલનમિલ દિગજામ સર્કલ પાસેના વિસ્તારમાં યોજાઈ રહેલા લગ્ન બાળલગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ, ચાઈલ્ડ લાઈન- ૧૦૯૮ સાથે રાખીને વુલનમિલ વિસ્તાર ખાતે પહોંચી ગઈ હતી.

સ્થળે ૧૮ વર્ષથી નીચેની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ અંદાજે ૨૦ વર્ષના યુવક સગીરા અને તેમના માતા – પિતાને સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે, અને તેમાં કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. જામનગરના બાળલગ્ન પ્રતિબંધક અધિકારીના સમજાવ્યા બાદ સગીરાના માતાપિતા માની ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/