fbpx
ગુજરાત

ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની સુરતની ૬૦૪ હોસ્પિટલનું લિસ્ટ કર્યું જાહેર

ફાયર વિભાગ દ્વારા એક લિસ્ટ વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે કે, સુરતની નાની મોટી ૪૦૬ જેટલી હોસ્પિટલમાં ફાયર ર્દ્ગંઝ્ર જ નથી. જેમાં સુરતની ૮ ઝોનમાં સૌથી વધુ હોસ્પિટલ છે જેમાં ફાયર સેફટીના સાધનો અપૂરતા છે. સુરતમાં દિવસે દિવસે જયારે આગની ઘટનાઓ વધતી જાય છે ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા શહેરની ૪૦૬ જેટલી હોસ્પિટલની લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું.

સુરત શહેરમાં ૫થી વધુ બેડ ધરાવતી ૪૬૧ અને ૫થી ઓછા બેડ ધરાવતી ૧૪૩ હોસ્પિટલો છે ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં આ હોસ્પિટલો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ફાયર સેફ્ટીને લઈને કરવામાં આવતી નથી અને જાે આવી હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બને તો દર્દીઓના જીવ જાેખમમાં મૂકાય છે. ફાયર વિભાગ દ્વારા આ હોસ્પિટલો ઉપર કડક કાર્યવાહી કરવામા આવી છે. સુરતમાં ફાયર સેફ્ટિમાં જેમ પહેલા ક્રમે સેન્ટર ઝોન છે ત્યારે બીજા ક્રમે વરાછા આવે છે.

વરાછા-એ અને બીમાં સૌથી વધુ હોસ્પિટલો એવી છે જ્યાં તદ્દન ફાયર સેફટીની સુવિધા વગર જ હોસ્પિટલો ચલાવવામાં આવે છે. ભુતકાળમાં સુરત શહેરમાં તક્ષશીલા આર્કેડમાં આગ લાગવાથી ૨૨ જેટલા બાળકો આગમાં ભુંજાઈ ગયા હતા તેમ છતાં આવા વિસ્તારોમાં હોસ્પિટલો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાથી હવે સુરત ફાયર વિભાગે કડક વલણ અપનાવીને આવી હોસ્પિટલોને અંતિમ નોટિસ આપી છે. વિસ્તારોમાં આટલી હોસ્પિટલો છે ફાયર સેફટી વગર ચલાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/