fbpx
ગુજરાત

રૂપાણી સરકારે વિધાનસભામાં સ્વિકાર્યું, રોજગારી આપવાના દાવા પોકળ,છેલ્લા બે વર્ષમાં સરકારે માત્ર ૧,૭૭૭ લોકોને જ સરકારી નોકરી આપી

રાજ્યમાં છેલ્લા ઘણા સયમથી યુવા બેરોજગારો સરકારી નોકરીઓ માટે આંદોલન કરી રહ્યા છે. તો બીજી બાજુ રૂપાણી સરકાર ભાજપ સરકારમાં લાખો લોકોને રોજગાર આપતું હોવાની વાતો કરતું આવ્યું છે. પણ રૂપાણી સરકારનાં આ તમામ દાવા પોકળ સાબિત થયા છે. કેમ કે વિધાનસભામાં સરકારે જ જાહેર કરેલાં આંકડા અનુસાર છેલ્લા બે વર્ષમાં માત્ર ૧૭૭૭ લોકોને જ સરકારી નોકરી મળી છે. એટલે લાખો નોકરીઓની વાતો માત્ર વાતો જ રહી ગઈ છે.

વિધાનસભામાં પુછાયેલાં એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના આંકડા મુજબ રાજ્યમાં ૪,૧૨, ૯૮૫ લોકો બેરોજગાર છે. રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪,૧૨, ૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં ૧૭૭૭ બેરોજગારોને માત્ર સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને ૧૫ જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.
બજેટમાં રાજ્યના નાયબમુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલે ભરતીની જાહેરાત કરી હતી કે સરકાર આગામી વર્ષમાં ૨ લાખ યુવાનોને નોકરી આપશે પરંતુ છેલ્લા બે વર્ષમાં જ જાે માત્ર ૧૭૭૭ ઉમેદવારોને નોકરી મળી હોય તો લાખોનાં દાવા સામે પ્રશ્નાર્થન સર્જાવા સ્વાભાવિક છે.

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ૨૭૬ લોકોને સરકારી રોજગારી આપવામાં આવી છે. જ્યારે મહેસાણાં ૨૪૮, બનાસકાંઠામાં ૧૮૦ અને ગીર સોમનાથમાં ૧૭૩, અરવલ્લી જિલ્લામાં ૧૫૦ લોકોને સરકારી રોજગારી આપવામાં આવી છે.

આમ આજે વિધાનસભા ગૃહમાં જ સરકારી આંકડાઓમાં જ રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે. અને આ જ કારણ છે કે રાજ્યના યુવા બેરોજગારો સતત સરકારી નોકરીઓ માટે આંદોલન કરતાં રહે છે. તેવામાં હાલમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતીને આવેલી ભાજપ સરકાર યુવાઓને રોજગારી આગામી સમયમાં રોજગારી આપી શકશે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/